બનાસકાંઠા : લાખણી તાલુકા સંઘની પ્રથમ ચૂંટણી જાહેર

0
61
બનાસકાંઠા જિલ્લાના નવ રચિત લાખણી તાલુકોમાં  તાલુકા પંચાયત અને માર્કેટયાર્ડની ચૂંટણી યોજાયા બાદ હવે તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉનાળાના આરંભે તાલુકામાં ગરમાવો જોવા મળી રહ્યો છે લાખણીને તાલુકા નો દરજ્જો મળ્યો બાદ હાલમાં વિવિધ સરકારી અને સહકારી કચેરીઓ કાર્યરત છે

 

તેમાં સર્વ પ્રથમ ડીસા તાલુકા પંચાયતમાંથી વિભાજિત કરાયેલ લાખણી તાલુકા પંચાયતની સર્વ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી જેમા સૌના આશ્ચર્ય વચ્ચે ભાજપ અને કોંગ્રેસને ૧૧- ૧૧ બેઠક મળે હતી જેથી ચીઠ્ઠી ઉછાળતાં કોંગ્રેસના મહેશભાઈ દવે પ્રમુખ બન્યા હતા. પરંતુ બજેટ 3 વખત નામંજૂર થતા તાલુકા પંચાયત સુપરસીડ થઈ છે. અને હવ નવા  પ્રમુખને ઉપ-પ્રમુખની ચૂંટણી ઉપર હાઈકોર્ટે સ્ટે આપતા વિવાદ વકર્યો છે જ્યારે માર્કેટયાર્ડની ચૂંટણી બિન હરીફ થતાં ચેરમેન પદે બાબુભાઈ પાનકુટા ચૂંટાયા અને હવે ગત તા.19/2/2019 ના રોજ ધી લાખણી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સર્વ પ્રથમ ચૂંટણી જાહેર થઇ છે.
જાહેરનામા મુજબ 3 મતદાર વિભાગની યોજાનાર ચૂંટણીના ફોર્મ ભરવાની છેલ્લી  તા.27/2/2019 છે. જ્યારે તા.28/2/2019 ના રોજ ફોર્મ ચકાસણી અને તા.1/3/2019 ના રોજ ફોર્મ ખેંચવાની છેલ્લી મુદત છે ત્યારબાદ જરૂર પડે તો તા.11/3/2019 ના રોજ મતદાન અને તા.12/3/2019 ના રોજ મતગણતરી થશે.
તાલુકા સંઘની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી જાહેર થતાની સાથે જ તાલુકાભરમાં અને  રાજકીય અને સહકારી ક્ષેત્રે ગરમાવો છવાયો છે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો લોબીંગ શરૂ કરી દીધું છે તો અનેક આગેવાનોએ ખેડૂતોના હિતમાં માર્કેટયાર્ડ ની જેમ તાલુકા સંઘની ચૂંટણી પણ બિનહરીફ કરાવવાના ચક્ર ગતિમાન કરી દીધા છે તેથી રાજકીય ગતિવિધિઓ તેજ થતા તાલુકાભરમાં ઉનાળાના આરંભે ગરમાવો જોવા  મળી રહ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here