Wednesday, September 28, 2022
Homeગુજરાતબનાસકાંઠા : વાવમાં GRD જવાનોએ એકત્ર થઈ વેતન વધારવા કરાઈ રજૂઆત

બનાસકાંઠા : વાવમાં GRD જવાનોએ એકત્ર થઈ વેતન વધારવા કરાઈ રજૂઆત

- Advertisement -

બનાસકાંઠા જિલ્લાના વાવમાં GRD ગ્રામ રક્ષક દળના જવાનોએ એકત્ર થઈ GRD જવાનોને કાયની કરી વેતન વધારવા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. જેમાં જણાવવમાં આવ્યું છે કે, પોલીસ સાથે ખભે ખભા મિલાવી પોતાની ફરજ બજાવી છીએ. આવા મોંઘવારી સમયમાં નજીવા દરે દિવસનું 230 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે અને કોઈપણ જાતનું વીમા સુરક્ષા નથી. જેવા અનેક પ્રશ્નોને લઈને આજે વાવના ગ્રાહક સુરક્ષા દળના જવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

વાવમાં ગ્રામ રક્ષક દળ GRD જવાનું ને કાયમી કરી વેતન વધારવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં ગ્રામ રક્ષક દળ વર્ષ 1948થી કામ કરે છે અને 1956ના વર્ષમાં 1951ના મુંબઈ પોલીસ ધારામાં સુધારો કરવામાં આવતા તેને કાયદાની દ્રષ્ટિએ સ્વરૂપ આપવામાં આવ્યું તે વખતે પ્રસ્તુત ધારામાં નવીન કલમ 63 બીનો સમાવેશ કરીને આ દળોની વ્યવસ્થા તેમજ ફરજ અંગે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી અને 63 બી ( 10 ) મુજબ ગ્રામ રક્ષક દળ સભ્યોને સત્તા રક્ષણ અને હકો મળવાપાત્ર થાય છે. તેથી તેમની ફરજ દરમિયાન સમયમાં જાહેર સરકારી કર્મચારી ની વ્યાખ્યા સમાવેશ થાય છે. તો વરસો વરસ વીતી ગયા પણ હજુ સુધી અમને આવવા મોંઘવારીના સમયમાં માત્ર નજીવા દરે એક દિવસનું 230 રૂપિયા વેતન ચૂકવવામાં આવે છે. અને કોઈપણ જાતનું વીમા સુરક્ષા નથી પોલીસ સાથે ખભે ખભા મિલાવીને તન મન ધનથી અમારી ફરજ બજાવીએ છીએ.

અમોએ કોરોના કાળમાં અમારા સ્વખર્ચે જ્યાં અમને ફરજ આપી ત્યાં નિભાવી છે ગમે તેવો માહોલ હોય અમે કોઈપણ સરકારી મેસેજ જેવા કે લોકસભા ની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણી હોય નગરપાલિકાની ચૂંટણી અંબાજી મહામેળા બંદોબસ્ત જેવા તમામ બંદોબસ્ત તેમજ નાઇટ પેટ્રોલિંગ સરકાર અમને જે મેસેજ આપે એવા તમામ સ્થળોએ અમારી ફરજ નિષ્ઠાથી બજાવેલ છે તો આવેદનપત્ર ના મધ્યમથી આપ મારી માગણી સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular