Thursday, October 28, 2021
Homeબફેટે બિટકોઈનને ઝેર ગણાવ્યું હતું, હવે ક્રિપ્ટોકરન્સીના ફાઉન્ડરની સાથે જમશે
Array

બફેટે બિટકોઈનને ઝેર ગણાવ્યું હતું, હવે ક્રિપ્ટોકરન્સીના ફાઉન્ડરની સાથે જમશે

ઓમાહા(યુએસ): જાણીતા રોકાણકાર વોરેન બફેટની સાથે લન્ચ માટે 45.7 લાખ ડોલર( 32 કરોડ રૂપિયા)ની બોલ લગાવનારનું નામ બહાર આવી ગયું છે. ક્રિપ્ટોકરન્સી ટ્રોનિક્સના ફાઉન્ડર જસ્ટિન સને આ બોલી જીતી હતી. સને સોમવારે ટ્વિટ કરીને પોતે જ આ માહિતી આપી હતી. મહત્વની વાત એ છે કે બફેટ પોતે ક્રિપ્ટોકરન્સીમાં ભરોસો કરતા નથી. તે બિટકોઈનને ઉંદર મારવાની દવા કરતા પણ ખતરનાક હોવાનું કહી ચુક્યા છે. જોકે તેમણે હવે એક ક્રિપ્ટોકરન્સીના ફાઉન્ડરની સાથે ખાવું પડશે.

સન ક્રિપ્ટોકરન્સી ઈન્ડસ્ટ્રીના અન્ય લોકોને પણ બોલાવશે

સને કહ્યું કે મને ભરોસો છે કે સાચી વાતચીત અને સમજણથી ક્રિપ્ટોકરન્સી પ્રત્યેના બફેટના વિચારો બદલાઈ જશે. તે રોકાણની રણનીતી અંતર્ગત ક્રિપ્ટોકરન્સીને પણ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરી શકે છે. સને કહ્યું કે તે ક્રિપ્ટોકરન્સી ઈન્ડસ્ટ્રીના અગ્રણી લોકોને પણ બફેટને મળવા આમંત્રિત કરશે. તેનાથી તમામને ફાયદો થવાની શકયતા છે. સને 2017માં ક્રિપ્ટોકરન્સી ટ્રોન શરૂ કર્યું હતું. કોઈનમાર્કેટકેપ ડોટ કોમના જણાવ્યા પ્રમાણે ટ્રોન માર્કેટ કેપમાં હાલ વિશ્વની 11મી સોથી મોટી ક્રિપ્ટોકરન્સી છે. તેનું વેલ્યુએશન 2.5 અબજ ડોલર છે.

બફેટ સાથે લન્ચ કરવાની બોલી 20 વર્ષથી લાગી રહી છે

બફેટની સાથે લન્ચ માટે બોલથી મળેલી રકમ સાન ફ્રાન્સિસ્કોની દાનદાતા સંસ્થા ગ્લાઈડ ફાઉન્ડેશનને મળશે. આ વખતે બોલીની રકમ અત્યાર સુધીની સૌથી વધુ છે. છેલ્લા 19 વર્ષથી બોલી દ્વારા બફેટ ગ્લાઈડ ફાઉન્ડેશનને 210 કરોડ રૂપિયા આપી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments