Friday, December 3, 2021
Homeબરવાળા-ધંધુકા રોડ પર બે સ્વિફ્ટ કારનો એક્સિડેન્ટ, અજમેર શરીફ જતાં માતા-પુત્ર સહિત...
Array

બરવાળા-ધંધુકા રોડ પર બે સ્વિફ્ટ કારનો એક્સિડેન્ટ, અજમેર શરીફ જતાં માતા-પુત્ર સહિત 3ના મોત

 બોટાદના બરવાળાનો પરિવાર અજમેર શરીફે માથું ટેકવવા જતો હતો. ત્યારે અમદાવાદ તરફથી જતી કારે તગડી ગામ પાસે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો ફૂર્ચા બોલી ગયા હતા. કારમાં સવાર માતા-પુત્ર સહિત 3 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 7ને ઈજાઓ પહોંચી હતી.

એક બાળક સહિત 3ના મોત

 

એક બાળક સહિત 3ના મોત

બરવાળાનો સાલેવાલા પરિવાર વહેલી સવારે પોતાની સ્વિફ્ટ કાર જીજે 33 બી 3892માં અજમેર જતાં હતાં. ત્યારે સામેથી આવતી સ્વિફ્ટ કાર જીજે 27 બી ઈ 5350 વચ્ચે બંને કારો ધડાકાભેર અથડાઈ હતી. જેમાં કોકિલાબેન સાલેવાલા (ઉ.વ.58) અને સોહિલ સાલેવાલા (ઉ.વ.32) તેમજ દોઢ વર્ષીય પવનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે ધંધુકા અને બરવાળા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 108ની ટીમે ઈજાગ્રસ્તોને ધંધુકા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઈજાગ્રસ્તોના નામ

ઈજાગ્રસ્તોના નામ

 

(1) એલિસ સાલેવાલા (ઉ.વ.10) બરવાળા, (2) પસીલાબેન હિરેનભાઈ જોગાણી (ઉ.વ.25), અમદાવાદ, (3) હાર્દિક કનુભાઈ ભુવા(ઉ.વ.40), અમદાવાદ (4) હસતી હાર્દિકભાઈ ભુવા, અમદાવાદ, (5) ભગવતીબેન હાર્દિકભાઈ ભુવા (ઉ.વ.33), અમદાવાદ, (6) રેખાબેન બકુલભાઈ હમીરાની (ઉ.વ.45), અમદાવાદ  (7) ભૂમિકાબેન ધવલભાઈ માલવિયા (ઉ.વ.31), અમદાવાદ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments