બર્થડે : કેટરિનાએ 35મો જન્મદિવસ મેક્સિકોમાં મનાવ્યો; કહ્યું, આ દિવસ હંમેશાથી ખાસ હોય છે

0
14

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ 35 વર્ષની થઈ છે. તે મેક્સિકોમાં પરિવાર તથા મિત્રો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના માટે જન્મદિવસ હંમેશાથી ખાસ હોય છે. આમ તો આમાં કોઈ મોટી વાત નથી પરંતુ આ બહાને તે મિત્રો તથા પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકે છે. તેના માટે આ વર્ષ ઘણું જ સારું રહ્યું છે. તે પોતાના કામથી ઘણી જ ખુશ છે. હવે તે એવી ફિલ્મ્સમાં કામ કરવા માગે છે, જ્યાં તેને સારા રોલ તથા સારું પર્ફોમ કરવાની તક મળે.

મેક્સિકોથી કેટરિનાએ શૅર કરી આ તસવીર
કેટરિનાએ મેક્સિકોથી આ તસવીર શૅર કરી હતી. આ તસવીર જોયા બાદ મોટાભાગના યુઝર્સે કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે, અર્જુન કપૂરે કમેન્ટ કરી હતી, તું ફોટોશૂટ માટે ત્યાં ગઈ હોય તેમ લાગે છે. અર્જુન કપૂરની આ કમેન્ટ બાદ યુઝર્સે એક્ટરને ટ્રોલ કર્યો હતો અને ત્યારબાદ અર્જુને બીજી કમેન્ટ કરીને કેટરિનાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here