બર્ફીલા વાતાવરણની વચ્ચે દેશમાં પ્રથમ વખત મનાલીમાં થઈ આ વ્યવસ્થા

0
107

હવે તમારે ઇગ્લુમાં રોકાવાનો આનંદ ઉઠાવવો હોય તો વિદેશ જવાની જરૂર નથી. આ બધું તમને મનાલીથી માત્ર ૧પ કિ.મી. ૧પ કિ.મી. દૂર ૯,૦૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલ સેંથન ગામમાં મળશે. દેશમાં પહેલીવાર એવી જગ્યા છે જ્યાં ઇગ્લુ તૈયાર કરાયાં છે. તેને ટસી અને વિકાસે બનાવ્યા છે.

તેમનો આ વિચાર લોકોને પસંદ પણ પડયો છે. તેઓ કહે છે કે અમને ઘણો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. માઇનસ પાંચ ડિગ્રી તાપમાનમાં હામટાની હવાઓમાં કોંક્રિટની હોટલોને છોડીને બરફના ઘરોમાં રહેવું કોઇ એડવેન્ચરથી ઓછું નથી.

ઇગ્લુની અંદર પથારી પણ બરફમાંથી બનાવાઇ છે. અહીં જમવાથી લઇને એડવેન્ચર ગેમની પણ સગવડ છે. વિકાસ કહે છે કે છેલ્લા થોડાક દિવસોથી તેમને ગુજરાત, બેંગલુરુ અને કોલકાતાના પર્યટકો અહીં આવે છે. તેમણે આ બધું ખૂબ જ પસંદ કર્યું છે. અહીં એક રાત રોકાવાનું ભાડું રૂ.પપ૦૦ જેટલું છે.

મનાલીથી ટેક્સી લઇને ૧પ કિ.મી. દૂર હામટા સુધી જઇ શકાય છે. તેની સાથે સેંથન ગામ આવે છે. જો બરફના કારણે રસ્તા બંધ થઇ ગયા હોય તો મનાલીથી ત્રણ કિ.મી. પ્રિણી નામના સ્થાનથી પગપાળા ૧ર કિ.મી.

ચાલીને અહીં પહોંચી શકાય છે. ઇગ્લુ એટલે બરફમાંથી બનેલાં ઘર. આ ઘર માઇનસ તાપમાનમાં રહેતા લોકોને ઠંડીથી રાહત આપે છે. કેનેડા, ગ્રીનલેન્ડ, અલાસ્કા અને આર્કટિક જેવી જગ્યાઓએ રહેતા લોકો આવાં ઘરનો ઉપયોગ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here