બોલિવૂડ ડેસ્કઃ અમિતાભ બચ્ચન થોડાં દિવસો પહેલાં ફિલ્મ ‘ઝૂંડ’ના શૂટિંગ માટે નાગપુરમાં હતા. હવે તેઓ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના શૂટિંગના શિડ્યૂલને યાદ કરી રહ્યા છે. અમિતાભે આ ફિલ્મની તસવીરો શૅર કરી છે. આ ફોટોગ્રાફ્સમાં અમિતાભ ક્યારેક બળદગાડાની સવારી કરતા તો ક્યારેક ખાટલા પર આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે. ક્યાંક અમિતાભ બસમાં બારીવાળી સીટથી બહાર જોઇ રહ્યા છે તો ક્યાંક કૂવાની નજીક બેઠાં છે.
T 3014 – NAGPUR .. for 'Jhund' .. the new project by Nagraj , his first in Hindi, the maker of 'Sairat' the Marathi block buster .. a centre of attraction .. and NAGPUR, geographically apparently the centre of geographic India .. may the 2 centres thrive ! pic.twitter.com/e6GGMH3iSP
— Amitabh Bachchan (@SrBachchan) December 3, 2018
અમિતાભે ફેસબુક પેજ પર શૅર કરેલા ફોટોગ્રાફ્સની સાથે પોતાના વિતેલા દિવસોને પણ યાદ કર્યા. અમિતાભે લખ્યું, તેઓએ મને પુછ્યું કે, મેં છેલ્લે ક્યારે બસની યાત્રા કરી હતી? મેં કહ્યું – આજે બપોરે. પરંતુ આ અનુભવથી મને કોલેજ અને કામ શોધવા માટે કરેલી બસ અને ટ્રામ યાત્રાને યાદ કરવાનું પણ સારું લાગ્યું.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બાદ અમિતાભ હાલ ‘ઝૂંડ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને સૈરાટ જેવી મરાઠી ફિલ્મ બનાવી ચૂકેલા નાગરાજ મંજુલે જ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા ફૂટબોલ પર આધારિત છે.
ઝૂંડ ઉપરાંત અમિતાભ આ જ વર્ષે ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં બીગ બી ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ છે.