બાંગ્લાદેશનો યુવક સેક્સ ચેન્જ માટે વડોદરા આવ્યો, પ્રથમ તબક્કાની ચરબીમાંથી બ્રેસ્ટની સર્જરી થઈ

0
179

વડોદરાઃ વડોદરા શહેરના ગદાપુરા સ્થિત યુરો કેર હોસ્પિટલમાં બાંગ્લાદેશનો યુવક સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવા માટે આવ્યો છે. બાંગ્લાદેશનો સોહેબ(નામ બદલ્યું છે) યુવાનમાંથી યુવતી બનવા માંગે છે. યુરો કેર હોસ્પિટલમાં સોહેબના શરીરની જ ચરબીમાંથી તેના બ્રેસ્ટનું પ્રથમ તબક્કાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જ્યારે બીજા તબક્કાનું ઓપરેશન 4 મહિના પછી કરવામાં આવશે. ત્યારબાદ સોહેબ પુરૂષમાંથી સંપૂર્ણ સ્ત્રી બની જશે.

બાંગ્લાદેશમાં સેક્સ ચેન્જનું ઓપરેશન ન થતું હોવાથી સોહેબ વડોદરા આવ્યો
બાંગ્લાદેશથી સેક્સ ચેન્જના ઓપરેશન માટે વડોદરા આવનાર સોહેબને નાનપણથી જ સ્ત્રી હોવાનો અહેસાસ થઇ ચૂક્યો હતો. પરંતુ તેનો જન્મ પુરૂષ તરીકે થયો હોવાથી તે મુશ્કેલીથી જીવી રહ્યો હતો. પરંતુ તેને પુરૂષમાંથી સ્ત્રી બનવાની ઇચ્છા પોતાના પરિવાર સમક્ષ રજૂ કરી હતી. જેથી તેનો પરિવારે તેની ઇચ્છાને માન્ય રાખી હતી. અને બાંગ્લાદેશમાં સેક્સ ચેન્જ માટે ડોક્ટર્સને બતાવ્યું હતું પરંતુ બાંગ્લાદેશમાં કોઇ ડોક્ટર સેક્સ ચેન્જનું ઓપરેશન કરતા ન હોવાથી ડોક્ટર્સે સેક્સ ચેન્જ માટે ભારત જવા માટેની સલાહ આપી હતી. જેથી સોહેબે શોશ્યલ મીડિયાના માધ્યથી વડોદરાની યુરો કેર હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી હોસ્પિટલ દ્વારા વિઝાની વ્યવસ્થા કરવામાં આવતા સોહેબ તેના ભાઇ સાથે વડોદરા આવ્યો હતો.

ગૌતમ અમિને સોહેબની જેન્ડર ડિસ્ફોબીયાની બિમારી અંગે તપાસ કરી
વડોદરા સાયકોલોજીસ્ટ ડો. ગૌતમ અમિને સોહેબની જેન્ડર ડિસ્ફોબીયાની બિમારી અંગે તપાસ કરી હતી. અને તેની માનસિક સ્થિતિ અને તેનો ઇતિહાસ જાણીને સેક્સ ચેન્જ માટે મંજૂરી આપી હતી. ત્યારબાદ ડો. સંજીવ શાહ અને ઉમેશ શાહે સોહેબની પ્રથમ તબક્કાની બ્રેસ્ટની સર્જરી કરી હતી. સોહેબની બીજી સર્જરી 4 મહિના પછી કરવામાં આવશે.

પ્રથમ તબક્કાની સર્જરીથી હું ખુબ જ ખુશ છું
પુરૂષમાંથી સ્ત્રી બનવા માટે વડોદરા આવેલા સોહેબે જણાવ્યું હતું કે, મારી પ્રથમ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. જેનાથી હું ખુબ જ ખુશ છું. પરંતુ હું સંપૂર્ણ સ્ત્રી બનવા માંગુ છું. જેના માટે મારે હજુ 4 મહિનાની રાહ જોવી પડશે. ભારતમાં સેક્સ ચેન્જ માટેની સારવારથી હું ખુબ જ પ્રભાવિત થઇ છું. હું બાંગ્લાદેશમાં ચાઇનિઝ રેસ્ટોરાંમાં કામ કરૂ છુ. અમે 4 ભાઇઓ છીએ અને મારે એક બહેન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here