Wednesday, September 22, 2021
Homeબાંગ્લાદેશમાં 22 માળની ઈમારતમાં આગ, જીવ બચાવવા કૂદેલા 7 લોકોનાં મોત
Array

બાંગ્લાદેશમાં 22 માળની ઈમારતમાં આગ, જીવ બચાવવા કૂદેલા 7 લોકોનાં મોત

ઢાકા: બાંગ્લાદેશમાં 40 દિવસમાં આગની ત્રીજી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રાજધાની ઢાકામાં ગુરુવારે 22 માળની ઈમારતમાં આગ લાગતાં 7 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 68 લોકો ઘવાયા હતા. મૃતકોમાં શ્રીલંકાના નાગરિક પણ છે. લગભગ 35 લોકોને બચાવાયા હતા. ઈમારતમાં હજુ પણ અનેક લોકો ફસાયેલા છે પણ આંકડો જાહેર કરાયો નથી. ફાયરબ્રિગેડની 21 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એરફોર્સના બે હેલિકોપ્ટર અને નેવી કમાન્ડોની ત્રણ ટીમ બચાવકામગીરી કરી રહી છે.

આગ ઓલવવા હેલિકોપ્ટરની મદદથી ઈમારત પર પાણી છાંટવામાં આવી રહ્યું છે. આગ બપોરના 1 વાગ્યે બનાની વિસ્તારના એફઆર ટાવરના આઠમા માળે લાગી હતી. ધીમેધીમે આગ અન્ય માળ પર ફેલાતી ગઈ. પહેલા લોકો બચાવવા બૂમો પાડવા લાગ્યા જ્યારે મદદ ન મળી તો ઈમારત પરથી કૂદી ગયા. તેમાં 7 લોકો મૃત્યુ પામ્યા. ઘાયલો ની સારવાર સેનાની કુરમિતોલા હોસ્પિટલમાં ચાલી રહી છે. આગનું કારણ જાણી શકાયું નથી.

ગત મહિને કેમિકલ ગોડાઉન અને ઝૂંપડાંમાં આગથી 120 મોત: ઢાકા જ ચોક બજારના કેમિકલ ગોડાઉનમાં 35 દિવસ પહેલાં આગ લાગતાં 110 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં લગભગ 50 ઘવાયા હતા. ગત 17 ફેબ્રુઆરી એ ચટગામના ઝૂંપડાંમાં આગ લાગતાં 10 લોકો મૃત્યુ પામ્યા. તેમાં અન્ય 50 ઘવાયા હતા. ગત એક વર્ષમાં બાંગ્લાદેશમાં ઈમારતો અને ઝૂંપડાંમાં આગથી લગભગ 220 લોકો મૃત્યુ પામ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments