બાઇકમાં આવી રીતે ફીટ કરો સિમ કાર્ડ, ચોરી થવી તો દૂર કોઇ અડી પણ નહીં શકે

0
62

જો તમે ક્યાંય પણ બાઇક પાર્ક કરી દો છો તો તમને ડર રહે છે કે કોઇ તમારું બાઇક ચોરી ના લે. જો તમારા મગજમાં પણ એવું ટેન્શન રહે છે તો અમે તમને એક ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ, જેનાથી બાઇકનો ચોરી થવાનો ડર રહેશે નહીં અને આ એક સિમ કાર્ડથી જ શક્ય થઇ જશે. તમે તમારા બાઈકમાં એક ડિવાઇસ GPS વોટરપ્રૂફ ટ્રેકરની સાથે સિમ કાર્ડને ફિટ કરી શકો છો. આ ડિવાઇસમાં તમને સિમકાર્ડ લગાવવું પડશે અને બાઇકમાં ક્યાંય છુપાડવું પડશે.

આ ડિવાઇસમાં સિમ લગાવ્યા બાદ એના બાઇકની બેટરીથી જોડીને ક્યાંય પણ અંદરની તરફ છુપાડી શકાય છે. ત્યારબાદ તમારે તમારા સ્માર્ટફોનમાં એનાથી જોડાયેલી એપ મોટરસાઇકલ GPS ટ્રેકર ઇન્સ્ટોલ કરવી પડશે. જે પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે. ત્યારબાદ કોઇ પણ તમારા વ્હીકલને ચલાવવાનો ટ્રાય કરશે અથવા ચલાવશે તો તરત જ ફોનમાં એલર્ટ આવી જશે. આ ડિવાઇસમાં 3 વાયર છે. જેમાં બે બેટરીથી અને એક ઇગ્નિશિયનમાં લગાવવાના હોય છે. એમાં આપવામાં આવેલા કાળા તારને બેટરીના નેગેટિવ પોઇન્ટ, લાલા તારને બેટરીના પોઝીટીવ પોઇન્ટથી કનેક્ટ કરવું પડશે.

બાઇકમાં ડિવાઇસને ફિટ કર્યા બાદ એમાં સિમ કાર્ડને લગાવી દો, ત્યારબાદ ડિવાઇસની લાઇટ ઓન થઇ જશ અને એ ચાલુ થઇ જશે. હવે તમારે ડિવાઇસમાં મેન્યુઅલ કાર્ડમાં QR કોડ સ્કેન કરવો પડશે અને પછી appની લિંક ખુલી જશે. ત્યારબાદ appને ઇન્સ્ટોલ કરી લો અને પછી લોગીન કરો. ત્યારબાદ તમે તમારા બાઇકનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here