પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલાની ‘બાગી’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘બાગી 3’ માટે ટાઇગર શ્રોફે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ એક્શન ફિલ્મ અગાઉની બન્ને ફિલ્મો કરતાં વધારે મોટાપાયે બનવાની છે. આ ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ એક્શન સીન્સ પણ વધુ ગ્રાન્ડ હશે. આ ફિલ્મ માટે ટાઇગર અત્યારથી પ્રેપરેશન કરવા લાગ્યો છે. ટાઈગરે જણાવ્યું કે, ‘એક્શન પેક્ડ બાગી સિરીઝની ત્રીજી ફિલ્મમાં અગાઉની બન્ને ફિલ્મની સરખામણીએ લાર્જર ધેન લાઈફ અપિઅરન્સ હશે. માટે જ મેં આ ફિલ્મ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. એક્શન સીન્સને ધ્યાનમાં રાખીને હું વિવિધ પ્રકારના હથિયાર વાપરતાં શીખી રહ્યો છું અને જુદી-જુદી ફાઇટિંગ સ્ટાઇલ્સ પણ શીખી રહ્યો છું.’
‘બાગી 3’ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. રિતેશ ફિલ્મમાં ટાઇગર શ્રોફના મોટા ભાઈના રોલમાં જોવા મળશે અને તે ફિલ્મનો વિલીન પણ છે. ‘બાગી’ સિરીઝની પહેલી ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને ટાઇગર શ્રોફ લીડ રોલમાં હતાં.
આ એક્શન ફિલ્મને કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનેલા અહમદ ખાન ડિરેક્ટ કરવાના છે. પ્રોડ્યૂસર સાજીદ નડિયાદવાલા આ ફિલ્મને મોટા બજેટ પર બનાવવા માગે છે. થોડા સમય પહેલાં ડિરેક્ટર જ્યોર્જિયામાં ફિલ્મના શૂટિંગ લોકેશન શોધવા માટે ગયા હતા. આ ફિલ્મથી શ્રદ્ધા અને રિતેશ ‘એક વિલન’ બાદ બીજીવાર સાથે કામ કરશે. જ્યારે રિતેશ અને ટાઇગર પહેલીવાર આ ફિલ્મમાં સાથે કામ કરશે.