બાબરામાં જીવદયા પરિવારના સભ્યો દ્વારા કતલ ખાને જતા બકરાઓને મુક્ત કરાવી ત્રણ ખાટકીઓ ને પકડી બાબરા પોલિસ ને હવાલે કર્યા 

0
54
બાબરામાં મોડી રાતે મૂંગા પશુઓની કતલ ખાને મોકલવામાં માટે મોટા પ્રમાણમાં ગેરકાયદે હેરફેર થાય છે ત્યારે આવા ખાટકીઓને ઝેર કરવા બાબરા જીવદયા પરિવારના મૌલિકભાઈ તેરૈયા,ગજેન્દ્રભાઈ શેખવા સહિતની ટિમો રાત્રીના પશુધન ની સારવાર અને સંભાળ માટે પેટ્રોલિંગ કરતી હોય છે
ત્યારે ગત મોડી રાતે જીવદયા પરિવારના સભ્ય મૌલિકભાઈ તેરૈયા અને ગજેન્દ્રભાઈ શેખવા ને બાતમી મળી કે વીંછીયા બાજુ થી એક બોલેરો માં બકરા ભરી અમરેલી કતલ ખાને લય જવા નીકળી છે ત્યારે બાબરા જીવદયા પરિવારની ટિમ બાબરા તાલુકાના કરીયાણા ગામમાં વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને બોલેરો આવતા તમામ સભ્યો એ ઉભી રાખવાનો પ્રયત્ન કરતા ગાડી નાસી છુટી હતી જોકે જીવદયા પરિવારના સભ્યોએ  ફિલ્મી ઢબે  બોલેરો નો પીછો કરી બાબરા ખાતે પકડી પાડી હતી  બોલેરોની તપાસ કરતા તેમાંથી ૩૮ જેટલા બકરાઓ ને ક્રૂરતા પૂર્વક બાંધી રાખેલ હતા  જીવદયા પરિવારના સભ્યો એ ત્રણ ખાટકી સાથે બોલેરો અને તમામ બકરાઓ ને બાબરા પોલીસ ને હવાલે કરી તમામ વિરુદ્ધ જીવદયા પરિવારના ગજેન્દ્રભાઈ શેખવા એ બાબરા પોલુસમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here