બાબરામાં તાલુકા પ્રાથમિક શિક્ષક  સંઘ દ્વારા આયોજિત તાલુકા શિક્ષક સંઘ ટુર્નામેન્ટનું સમાપન

0
43
બાબરામાં કમળસિંહ હાઈસ્કૂલમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાની પેસેન્ટર શાળાઓ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી આયોજિત આ ક્રિક્રેટ ટુર્નામેન્ટમાં બાબરા તાલુકાની પેસેન્ટરશાળાઓના શિક્ષકો તેમજ બીઆરસી ભવન ના સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. દસ દિવસના ટુર્નામેન્ટમાં આજે ફાઇનલ મેચમાં બાબરા ઇલેવન અને કરીયાણા ઇલેવન વચ્ચે મેચ યોજાય હતી જેમાં ત્રણ રને બાબરા ઇલેવન નો ભવ્ય વિજય થતા શિક્ષકોમાં ખુશીની લાગણી છવાય ગઈ હતી.
 તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના વડપણ હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મીનાબેન કોઠીવાળ,તાલુકા પ્રાથમિક શિક્ષક  સંઘના પ્રમુખ જે. ડી આહીર,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રશાંતભાઈ મહેતા,સહિતના અન્ય આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બાબરા ઇલેવન ની ટિમ વિજેતા થતા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મીનાબેન કોઠીવાળના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ બેસ્ટ કેચ બોલર,ફિલ્ડ અને રનરપ્સ ને પણ ટ્રોફી આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here