Tuesday, January 18, 2022
Homeબાબરામાં શહેર તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીનો મહા સંવાદ કાર્યક્રમ યોજાયો
Array

બાબરામાં શહેર તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રીનો મહા સંવાદ કાર્યક્રમ યોજાયો

બાબરામાં શહેર અને તાલુકા ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો મહા સંવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ બાબરા શહેર અને તાલુકા ભાજપના બુથના કાર્યકર્તાઓ દ્વારા લેવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મહા સંવાદ કાર્યક્રમ લાઈવ ટેલિકાસ્ટ થયો હતો જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સીધો સંવાદ સ્થાનિક બુથ ના કાર્યકર્તાઓ સાથે કરી રહ્યા હતા.
ત્યારે અહીં બાબરામાં શહેર અને તાલુકા ભાજપ દ્વારા પણ અહીં ગાયત્રી મંદિર ખાતે મહા સંવાદ નું કાર્યક્રમ યોજાયો હતો જેમાં માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ રાઠોડ,શહેર ભાજપ પ્રમુખ લલિતભાઈ આંબલિયા,મહામંત્રી મુકેશભાઈ ખોખરીયા,અલતાફભાઈ નથવાણી,યુવા મોરચાના અધ્યક્ષ અંકુરભાઈ જસાણી,મહામંત્રી જગદીશભાઈ વાવડીયા,જિલ્લા યુવા મોરચાના ઉપ પ્રમુખ વિપુલભાઈ કાચેલા,ઉપ પ્રમુખ અનિલભાઈ ચૌહાણ,દીપકભાઈ કનૈયા,પ્રતાપભાઈ ખાચર,બાવકુભાઈ ત્રિવેદી,વસંતભાઈ તેરૈયા,રમેશભાઈ તેરૈયા,અરવિંદભાઈ ત્રિવેદી,રાજુભાઇ રંગપરા સહિતના બુથના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા . પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વાર કાર્યકર્તાઓ ને બુથ લક્ષી પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular