બાબરા : ચમારડી ગામે ૭૦ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર 

0
49
આરોગ્ય કેન્દ્રનું શિલાન્યાસ બાદ લોકાર્પણ કરવાના અવસરને સૌભાગ્ય ગણાવતા ધારાસભ્ય ઠૂંમર જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
બાબરા તાલુકાના ચમારડી ગામે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધા ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેન પ્રદીપભાઈ કોટડીયા,બાબરા નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા,તાલુકા પંચાયતના સભ્ય કુલદીપભાઈ બસિયા , જસમતભાઈ ચોવટિયા,બાબુભાઇ કારેટિયા,અરવિંદભાઈ મેમકીયા,જગદીશભાઈ વિરોજા,સહિતના આસપાસ ગામના સરપંચો ગ્રામજનો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
 આરોગ્ય વિભાગના અધિકારીઓ રાજુભાઇ,નિલેશભાઈ સહિતના સ્ટાફ દ્વારા ધારાસભ્ય તેમજ આરોગ્ય સમિતિ ચેરમેનનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. ચમારડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા જણાવ્યું હતું કે આસપાસના ૧૩ ગામડાઓ ના લોકોને તબીબી સારવાર ઝડપી અને સરળતાથી નિઃશુલ્ક મળી રહે તે હેતુ સાથે બે વરસ પહેલાં રાજ્ય સરકારપાસેથી મંજુર કરાવી તાત્કાલિક અસરથી શિલાન્યાસ કરી કામ શરૂ કરાવ્યું હતું અને આજે લોકાર્પણ કરવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન દ્વારા લોકોને પૂરતી આરોગ્ય લક્ષી સારવાર તેની ખાસ કાળજી લેવા આરોગ્ય વિભાગના અધિકારી અને સ્ટાફ ને અનુરોધ કર્યો હતો.
બાબરા તાલુકાના ચમારડી ખાતે રૂપિયા ૭૦ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માં  બે મેડિકલ ઓફિસર,એક લેબ ટેક્નિશયન,એક ફાર્મશીટ,મેલ અને ફિમેલ હેલ્થ વર્કર મળી કુલ ૧૮ નો તબીબી સ્ટાફ છે પાંચ બેડ ધરાવતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૩ ગામના લોકો વિના મૂલ્યે સારવાર મેળવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here