Friday, December 3, 2021
Homeબાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં સર્વજન હિતાય સેવા સંસ્થાન આટકોટ દ્વારા ભવ્ય સમહુ...
Array

બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં સર્વજન હિતાય સેવા સંસ્થાન આટકોટ દ્વારા ભવ્ય સમહુ લગ્ન યોજાયા, ૧૭ નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા

બાબરા તાલુકાના કોટડાપીઠા દ્વારા સર્વજન હિતાય સેવા સંસ્થાન આટકોટ દ્વારા છઠ્ઠા સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર, સાંસદ નારણભાઇ કાછડીયા,નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા,સહિતના સ્થાનિક આગેવાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓ ને આશીર્વાદ પાઠવ્યા હતા. બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહલગ્નમાં ૧૭ જેટલા નવ દંપતીઓ એ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

 

અહીં સમૂહલગ્નમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં દેશના વીર જવાનો ની કૃતિ કરણુકી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરાતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર સહિત સોંકોઈ ની આંખો ભીની થઇ ગઈ હતી . આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર દ્વારા કરણુકી પ્રાથમિક શાળાના વિકાસ માટે એક લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી જ્યારે અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સમૂહલગ્નને સફળ બનાવવા સર્વજન હિતાય સેવા સંસ્થાનના ટ્રસ્ટીઓ શ્રી પ્રભાતભાઈ કોઠીવાળ,પંચોલીભાઈ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments