બાબરા : રામનગર વિસ્તાર માં તસ્કરો નો તરખાટ, શિક્ષક ના મકાન માં ચોરી, દર દાગીના અને રોકડ રકમ ની ચોરી

0
52
બાબરાના રામનગર વિસ્તારમાં રહેતા શિક્ષક પ્રજ્ઞાબેન લગ્ન પ્રસંગે પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે ગત મોડી રાતે બંધ મકાન ને જોય કોઈ અજાણ્યા શખ્સોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી સર સમાન વેર વિખેર કરી રોકડ રકમ તેમજ દર દાગીના ની ચોરી કરી જતા રહ્યા નું શિક્ષક પરિવાર દ્વારા બાબરા પોલીસ ને જણાવ્યું છે.
ચોરી ઘટનાની જાણ થતાં બાબરા  પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  શિક્ષકના મકાનમાં થી રોકડ રકમ તેમજ દર દાગીના મળી કુલ કેટલા   રૂપિયાની ચોરી થઈ છે તેની તપાસ પીએસઆઇ ગીતાબેન આહીર દ્વારા કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here