બાબરા શહેરમાં ૫૦ લાખના રોડ રસ્તાઓનું ખાત મુરત કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર 

0
44
 બાબરામાં નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાય ગઈ હતી અને પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા,તેમજ ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર નું સ્થાનિકો દ્વારા ફુલહાર અને સાલ  થી બહુમાન કરી આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
 બાબરામાં વોર્ડ નંબર ૫ અને ૬ માં બ્લોગ રોડ માટે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા આશરે ૫૦ લાખ જેટલી માતબર રકમ મંજુર કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર ના વરદ હસ્તે ખાત મુરત કરાવી તાત્કાલિક અસર થી કામ શરૂ કરાવ્યું હતું . અહીં વોર નંબર ૫ ના કડાપા શેરી,તેમજ વોર્ડ ૬ના બાલમુકુંદ નગરમાં પણ બ્લોગ રોડ નું ખાત મુરત ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા  દ્વારા કરવામાં આવ્યું હતું.
  આ પ્રસંગે પાલિકાના માજી પ્રમુખ ખીમજીભાઈ મારૂ,ઉપ પ્રમુખ જગદીશભાઈ કારેટિયા,બાબુભાઇ કારેટિયા,વિનુભાઈ કરકર,ઈકબાલભાઈ ગોગદા,જાહિદખાન ભોજવાણી,અરવિંદભાઈ મેવાડા,જેઠાલાલ કાલરીયા,ધરમભાઈ વાવડીયા, નટુભાઈ જાસલીયા,સહિતના સ્થાનિક લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here