બારડોલીના નાંદિડા ગામના સરપંચનું ઉદ્ધત વર્તન, ગુસ્સામાં આવી તલાટી પર હાથ ઉગામ્યો

0
34

સુરત: બારડોલીના નાંદિડા ગામ પંચાયતની સભામાં તલાટી સાથે મહિલા સરપંચના ઉદ્ધત વર્તનનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો. આવેશમાં આવી ગયેલા મહિલા સરપંચ સભામાં તમામની સામે તલાટીને લાફો મારવા ઉભા થઇ જતાં સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યારબાદ મહિલા સરપંચે સરકારી રજિસ્ટર પણ તલાટી પર ફાઈલ ફેંકી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.

તલાટી સાથે ઉદ્ધત વર્તન અંગે સભ્યોએ સવાલ પૂછતા મહિલા સરપંચે ઓકાતમાં રહેવાની ધમકી પણ આપી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મને લોકોએ ચૂંટીને મોકલી છે કહીં ઓફિસના કબાટની ચાવી પણ સરપંચ સાથે લઈ જતા લોકો ચોંકી ગયા હતા. નાંદિડાના સરપંચ જીન્નત પ્રફુલ્લ રાઠોડની વારંવારની અસભ્યતાથી કર્મચારી અને સભ્યોમાં રોષ હોવાનું બહાર આવ્યું છે. તલાટીએ હિસાબ નહીં આપતા મહિલા સરપંચનો પિત્તો ગયો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here