Monday, October 18, 2021
Homeબારડોલીમાં અનાથાશ્રમના લાભાર્થે યોજાયેલા કિર્તિદાનના ડાયરામાં 25 લાખ રૂપિયા ઉડ્યાં
Array

બારડોલીમાં અનાથાશ્રમના લાભાર્થે યોજાયેલા કિર્તિદાનના ડાયરામાં 25 લાખ રૂપિયા ઉડ્યાં

 

સુરતઃસરદારની નગરી બારડોલીમાં શનિવારે રાત્રીએ વ્યારાના અભ્યુદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ આશ્રમ માટે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગાયક કલાકાર તરીકે કીર્તિદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતાં. ડાયરાએ રંગત બરાબર પકડતાં ભજન પ્રેમીઓએ કીર્તિદાન પર રૂપિયાનો ઘોર કર્યો હતો. કિર્તિદાનના ભજનની રમઝટની સાથે લોકોએ નોટોનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. સૌ પ્રથમ 10 રૂપિયાની નોટો ઉડાવી ત્યારબાદ 100, 200, 500 અને 2000ની નોટો કિર્તીદાન પર ઉડાવી હતી.કાર્યક્રમના અંતમાં અંદાજિત 25 લાખ રૂપિયા લોકોએ અનાથ આશ્રમ માટે આપ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments