બારડોલી-ધુલીયા હાઈવે પર ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત, 2નાં મોત

0
55

સુરતઃ  બારડોલી-ધુલીયા નેશનલ હાઈવે નં.53 પર એસટી બસ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને તપાસ શરૂ કરી હતી.

સુરતના વરાછામાં આવેલી કાપોદ્રા સોસાયટીમાં કનુભાઈ દેવરજીભાઈ રાદડિયા(ઉ.વ.50) પરિવાર સાથે રહેતા હતા. અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.બારડોલી નગર પાલિકાના ડંપિંગ સ્ટેશનમાં પ્રોટેક્શન વોલનું કામ કરતા હતા. અને ડીઝલ લેવા માટે બાઈક(GJ-05-SB-7657) પર ડીઝલ પમ્પ પર કનુભાઈ એક મજૂર અજીતભાઈ ગામીત(ઉ.વ. 45. રહે. ગોડ આમલી ગામ તા.નાવપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) જતા હતા. દરમિયાન બારડોલી-ધુલીયા હાઈવે પર  બ્રિજ ક્રોસ કરી કસ્તુરી હોટલની સામેની સાઇડે આવેતી એસટી બસે ટક્કર મારતા બંનેના ઘટના સ્થળે મોત થયા હતા.

બારડોલી-ધુલીયા હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. જોકે, સુરત-ઉકાઈ એસટી બસ(GJ -18-Y-1182)નો ડ્રાઈવર અને કંડક્ટર ઘટના સ્થળે બસ છોડીને ફરાર થઈ ગયા હતા. વધુ તપાસ બારડોલી પોલીસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here