Thursday, September 23, 2021
Homeબારડોલી : ધોરણ 6ના બાળકને ધક્કો લાગતા પટકાયો, માથામાં ઇજાથી મોત નિપજ્યું
Array

બારડોલી : ધોરણ 6ના બાળકને ધક્કો લાગતા પટકાયો, માથામાં ઇજાથી મોત નિપજ્યું

સુરતઃ બારડોલી નગરની જે. એમ. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંદરો અંદર મસ્તી કરતાં હતાં. જેમાં એક વિદ્યાર્થી નીચે પડી જતા બે ભાન થઈ ગયો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સામાન્ય પરિવારના એક લાડકવાયા દીકરાનું મોતથી માતા પિતાની સ્થિતિ નાજૂક બની હતી.

પોલીસના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશના ભીંડ શહેરના ગૌરી કિનારા રાધાગોવિંદ કોલોનીના મૂળ અને છેલ્લા 2006થી બારડોલી હનુમાન ગલીમાં ભાડાના રૂમમાં રહેતા બલવીરસિંગ રામભરોસે કુશ્વાહ નગરમાં પાણીપુરીની લારી ચલાવી પત્ની અને બે બાળકો વિશાલ કુશ્વાહ (12) તેમજ દીકરી સાક્ષી કુશ્વાહ (11) સાથે રહે છે. સામાન્ય પેટીયું રળી ખાતું પરિવારના બંને સંતાનો નગરની જે. એમ. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. સવારે બંને સંતાનો અભ્યાસ માટે શાળાએ ગયા હતાં. શાળામાં ચોથો ક્લાસ પૂરો થતાં શિક્ષક ક્લાસ છોડી બીજા ક્લાસ માટે નીકળ્યા હતા. આ સમયે ક્લાસમાં બાળકો અંદરો અંદર મસ્તી શરૂ કરી હતી. જેમાં વિશાલ કુશ્વાહાને ધક્કો લાગતાં નીચે પટકાયો હતો, અને ત્યારબાદ અચાનક બેભાન થઈ ગયો હતો.
તાત્કાલિક વિશાલ કુશ્વાહને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટના માત્ર અંદાજિત 45  સેકન્ડની સીસી કેમેરામાં પણ કેદ થઈ હતી. વિદ્યાર્થીનું મોતથી શાળાના શિક્ષકો સહિત શાળાના ટ્રસ્ટી મંડળ પણ હોસ્પિટલમાં આવી ગયા હતાં. સામાન્ય પરિવારનો એક લાડકવાયો દીકરાના મોતથી પરિવારની સ્થિતિ દયનીય બની હતી. વિશાલ કુશ્વાહની માતા અને પિતા ભારે હ્ય્દયે રૂદનથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. શાળાની શિક્ષિકાઓ પણ આંખના આસું અટકાવી શક્યા ન હતાં. વિશાલ કુશ્વાહનું બારડોલી રેફરલ હોસ્પિટલમાં પેનલથી પીએમ કરવવામાં આવ્યું હતું. બારડોલી પોલીસમાં બલવીરસિંગ કુશ્વાહે ફરિયાદ આપતાં અમોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બારડોલીથી અંદાજિત એક હજાર કિમી દૂર વનત મધ્યપ્રદેશમાં વિશાલ કુશ્વાહના મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવશે. રાત્રે 10.00 વાગ્યે નીકળતા ઘરે પહોંચતાં 24 કલાકનો સમય લાગશે. માસૂમ વિશાલ કુશ્વાહના અંતિમ દર્શન માટે પરિવારના સભ્યોને સગા સંબંધીઓને મૃતદેહ વતન લાવવાની માંગણી કરતાં નિર્ણય લેવાયો હોવાનું બલવીરસિંગના માસીભાઈ મનોજભાઈએ જણાવ્યું છે.
સવારે હસતા રમતા લાડકવાયાના મૃત્યુના સમાચાર સાંભળતા માતા પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. હોસ્પિટલમાં માતા પિતાના દીકરો ગૂમાવ્યાનું રૂદન કઠણ કાળજાને પીગળાવે એવું હતું.
વિશાલ કુશ્વાહનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. મૃત્યુનું પ્રાથમિક કારણ માથાના પાછળના ભાગે વાગી જતા શોકમાં જતો રહેતા મૃત્યુ થયું હોવાનું લાગી રહ્યું છે. બ્રેઈન હેમરેજ પણ લાગતું નથી. જોકે, રિપોર્ટ બાદ જ સાચુ કારણ જાણી શકાશે. :  ડો. મીનાક્ષીબહેન દેસાઈ, મેડિકલ ઓફિસર રેફરલ હોસ્પિટલ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments