- Advertisement -
સુરતઃ બારડોલી-કડોદરા વચ્ચે આવેલા જોલવા પાટિયા નજીક દોરા બનાવતી એક યાનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. વહેલી સવારે લગભગ સાડાચાર વાગ્યાના આરસામાં લાગી હતી. કડોદરા અને બારડોલી ફાયર વિભાગની સાથે સુરતની ડીંડોલી અને મજૂરના ફાયર ફાઈટરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ છે. હાલ સુરત અને જિલ્લાના ફાયર ફાઈટરો યાન ફેકટરીમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. જોકે ઈગલ ફાઈબર નામની યાન ફેકટરીમાં લાગેલી આગની જ્વાળાઓએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરતા લોકોના ટોળેટોળા રોડ ઉપર દોડી આવ્યા છે. ફેક્ટરીમાં કોઈ જાનહાની નથી પરંતુ મોટા નુકશાન ની ભિતી.