બાલાકોટની કાર્યવાહીથી ઉશ્કેરાયેલા પાકનું નાટક, ભારતીય પાઇલટો સામે નુકસાનનો કેસ

0
32

ઇસ્લામાબાદઃ જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાંઓ પર ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇકને પાકિસ્તાન ભૂલાવી નથી શકતું. હવે પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાના અજાણ્યા પાઇલટો વિરૂદ્ધ FIR દાખલ કરી છે. આ ફરિયાદ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક દરમિયાન વૃક્ષો પડી ગયા તેને લઇને કરવામાં આવી છે. પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના વનવિભાગે શુક્રવારે ભારતીય વાયુસેનાના કેટલાંક પાયલટો વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાંક અજ્ઞાત પાઇલટોએ પાકિસ્તાનના 19 વૃક્ષોને નુકસાન પહોંચાડ્યું છે.

આ અગાઉ પણ પાકિસ્તાન તરફથી નિવેદન આવ્યું હતું કે, તે વૃક્ષોને નુકસાન પહોંચાડવાના મુદ્દાને લઇને યુનાઇટેડ નેશન્સ સુધી જશે અને ભારત વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવશે. પાકિસ્તાનના વનમંત્રીએ આ વાતને લઇને સરકારનું સત્તાવાર નિવેદન જાહેર કર્યુ હતું. પાકિસ્તાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, એરસ્ટ્રાઇકમાં કોઇ મોટું નુકસાન નથી થયું, માત્ર વૃક્ષો જ પડ્યા છે અને અમુક લોકો ઘાયલ થયા છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદે આતંકી હુમલો કર્યો હતો. જેમાં CRPFના 44 જવાન શહીદ થયા હતા. ભારતીય વાયુસેનાએ તેની સામે પાકિસ્તાની બોર્ડરમાં ઘૂસીને બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી અને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
વાયુસેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેઓને જે ટાર્ગેટ મળ્યો હતો, તે પોતાના મિશનમાં સફળ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયુસેનાએ એરસ્ટ્રાઇકની વિસ્તારિત રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દીધો છે.
આ રિપોર્ટમાં વાયુસેનાએ જણાવ્યું કે, એરસ્ટ્રાઇકમાં તેના 80 ટકા નિશાના સાચા લાગ્યા હતા અને એરસ્ટ્રાઇક સંપુર્ણ રીતે સફળ રહી છે. વાયુસેનાએ પોતાના રિપોર્ટમાં ભારત સરકારને હાઇ રિઝોલ્યુશન તસવીરો સોંપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here