Monday, September 26, 2022
Homeબાળકો તથા મોટા બંને માટે અમૃત સમાન છે ચૂનાનુ પાણી
Array

બાળકો તથા મોટા બંને માટે અમૃત સમાન છે ચૂનાનુ પાણી

- Advertisement -
મા-બાપને નાના બાળકના સ્વાસ્થ્યને લઇને ચિંતા થાય છે તે સ્વાભાવિક છે. પોતાનું બાળક સ્વસ્થ અને તદુંરસ્ત થાય તે કોને ન ગમે? આ માટે પરંપરાગત ઉપચારો છે. જેનાથી બાળકનું સ્વાસ્થ્ય સારુ રહે છે. બાળક નાનું હોય ત્યારે તેના હાડકા વિકસતા હોવાથી અને દાંત આવતા હોવાથી તેને કેલ્શિયમની ખાસ જરૂર પડે છે. આવા સમયમાં તેને ટોનિક આપવા કરતા ચૂનાનું પાણી  આપવામાં આવે તો બાળકને તેના ફાયદા થાય છે. ચૂનાનું પાણી મોટા લોકો માટે પણ લાભકારક છે. જાણો ચૂનાના પાણીના અદ્ભભૂત ફાયદા વિશે…
કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરીએ તો ચૂનો એક પ્રકારનો પથ્થર છે જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે. તે કુદરતમાં ક્રિસ્ટલના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. કેલ્શિયમ કાર્બોનેટમાં સિલિકા, એલ્યુમિના  અને આર્યન જેવા તત્વો પણ મિશ્ચિત હોય છે. તેના સેવનથી શરીરના આ પોષકતત્વો મળે છે.

બાળક જેટલા મહિનાનું હોય, ચૂનાના પાણીમાં તેટલા ટીપા દૂધમાં નાખીને સવાર-સાંજ પીવડાવવુ જોઇએ. એક વર્ષથી આઠ વર્ષના બાળકોને અડધો કપ પાણી કે દૂધમાં 15થી 20 ટીપા કે પા ભાગની ચમચી જેટલું ચૂનાનુ પાણી દૂધ સાથે પીવડાવવું જોઈએ. આમ કરવાથી બાળકના હાડકા મજબૂત થાય છે અને દાંત આવવામાં પણ મુશ્કેલી પડતી નથી.

ચૂનાનું પાણી માત્ર બાળક માટે નહિ, મોટા લોકો માટે પણ ફાયદાકારક છે. તેને પાણી, છાશ કે દહીંમાં નાખીને સેવન કરી શકાય. આમ કરવાથી સાંધાના દુઃખાવા, લોહીની ઉણપ, હાડકા નબળા પડવા, દાંત નબળા પડવા, પુરુષોમાં જોવા મળતા રોગ વગેરે દૂર થાય છે. તે નપુંસકતા દૂર કરવા માટે પણ અકસીર ઉપચાર છે. કમરના દુઃખાવા, પીઠના દુખાવા કે કરોડરજ્જુની સમસ્યામાં પણ ચૂનો મદદરૂપ થાય છે.

40 વર્ષથી મોટી વયની મોટાભાગની મહિલાઓને કેલ્શિયમ કાર્બોનેટની ઉણપ જોવા મળે છે. આ ખામીને ચૂનાના પાણીથી દૂર કરી શકાય છે. ઘઉંના દાણા જેટલો ચૂનો લેવાથી ઓસ્ટિયોપોરોસિસની શક્યતા પણ ઘટી જાય છે. મેનોપોઝ ચાલતું હોય એ સ્ત્રીઓને પણ ચૂનાના સેવનથી તકલીફો ઓછી થાય છે.

પ્રેગનેન્સીમાં પણ કેલ્શિયમની વધુ જરૂર પડે છે. આથી ગર્ભવતી સ્ત્રીઓએ નવ મહિના સુધી દાડમના જ્યૂસ સાથે ઘંઉના દાણા જેટલો ચૂનો મિક્સ કરીને સેવન કરવું જોઈએ, તેના અનેક ફાયદા છે. આનાથી માતાને પ્રવસનની પીડા ઓછી થાય છે અને નોર્મલ ડિલીવરીની શક્યતા વધી જાય છે. નવજાત બાળક હુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત રહે છે. બાળકની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. અને બાળક વારંવાર માંદુ પડતું નથી. આવું બાળક નાની ઉંમરથી જ ખૂબ બુદ્ઘિમાન બને છે. તેના શરીરમાં પણ કોઈ નબળાઈ રહેતી નથી. બાળક માટે ચૂનાનું સેવન અમૃત સમાન છે.

ચૂનો હંમેશા ઓછી માત્રામાં લેવો જોઈએ. અંદાજ માટે ઘઉંના દાણાથી વધુ ચૂનાનું સેવન જોખમ છે. ચૂનાને હંમેશા કશાકમાં મિક્સ કરીને લેવો જોઈએ. ખાલી ચૂનો ખાવાથી મોંના અંદરના ભાગની સ્કિન બળી જાય છે. જેમને પથરીની સમસ્યા હોય તેમણે ચૂનાનું બિલ્કુલ સેવન ન કરવુ જોઇએ. તંબાકુ સાથે ચૂનાનું સેવન કરવામાં આવે તો તે કેન્સરના રોગને જન્મ આપે છે. જે જીવલેણ છે. નો ખરેખર કુદરતે સર્જેલી કેલ્શિયમની અદભૂત દવા છે પરંતુ તેનુ સેવન કરતી વખતે અથવા તો બાળકને ચૂનાનું પાણી આપતી વખતે સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular