Monday, September 20, 2021
Homeબાવળામાં ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂર સહિત ત્રણના ગૂંગળાતા મોત
Array

બાવળામાં ગટર સાફ કરવા ઉતરેલા બે મજૂર સહિત ત્રણના ગૂંગળાતા મોત

બાવળા: શહેરના સાંઈદર્શન ચાર રસ્તા પાસે ગત મોડી રાતે ગટરની સફાઈ દરમ્યાન ગૂંગળામણને કારણે કોન્ટ્રાક્ટર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. એકને બચાવવા જતાં બીજા બે લોકો અંદર ઉતરતા તેઓના પણ મોત થયા છે. બાવળા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

બાવળા નગરપાલિકાની ગટરોની સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. રાત્રે આ ગટરો સાફ કરવામાં આવતી હોય છે. ગઈકાલે રાતે સાંઈદર્શન ચાર રસ્તા પાસે કોન્ટ્રાક્ટર રાકેશ પટેલ અન્ય ચાર મજૂરો સાથે ગટરની સાફ સફાઈની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાનમાં અમિત મકવાણા નામનો શખ્સ ગટર સફાઈ કરવા ઉતરતા બેભાન થયો હતો. જેને બચાવવા રાજુ વાળા (વાલ્મિકી) પણ ઉતર્યો હતો. બંને બેભાન થઈ જતાં કોન્ટ્રાકટર રાકેશ પટેલ અંદર ઉતર્યા હતા. જો કે તેમને પણ ગેસની અસર થતા બેભાન થઈ ગયા હતા. ગેસની અસરના કારણે ત્રણેયના મોત નીપજ્યાં હતા. ત્રણેય મૃતક ક્લોલના રહેવાસી હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments