Saturday, September 25, 2021
Homeબાવળિયાના આકરા દિવસો ભાજપમાં આવવાના બાકી,
Array

બાવળિયાના આકરા દિવસો ભાજપમાં આવવાના બાકી,

રાજકોટ: સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ મળતા હાલના સાસંદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપમાં જુથવાદ ચાલી રહ્યો છે. સેન્સની પ્રક્રિયા માત્ર એક નાટક છે. કુંવરજીભાઇને સમય આવ્યે ખબર પડશે, બાવળિયાના આકરા દિવસો ભાજપમાં આવવાના બાકી છે. જયંતી કવાડિયાને કારણે મારી ટિકિટ કપાઇ છે.

ધનજીભાઇ પટેલે બધું ગોઠવ્યું: ફતેપરાએ વધુમાં જણાવ્યું હતું કે, ધનજીભાઇ પટેલે આ બધું ગોઠવ્યું છે. પૈસાના જોરે ગોઠવવામાં આવ્યું છે. જેમાં જયંતી કવાડિયા પણ સામેલ છે. આગામી દિવસોમાં મારે શું કરવું તે મારો સમાજ કહેશે તેમ કરીશ. બળવો કરવો કે કોંગ્રેસમાં જવું તે આગામી બે દિવસોમાં સમાજને મળી સમાજ કહેશે તેમ કરીશ. સમાજ કહેશે તો રાજીનામું આપી દઇશ તેમજ સમાજ કહેશે તો હાલના ઉમેદવારને હરાવવા જોર લગાવીશ. સોમાભાઇ મારા ખાસ મિત્ર છે અને વડીલ પણ.

ડો. મહેન્દ્ર મુંજપરાનું કોઇ યોગદાન નથી: મને ભાજપમાં કોઇ મોટા નેતાએ કંઇ કહ્યું જ નહીં અને હવે ફોન બંધ આવે છે. સુરેન્દ્રનગરમાં મારા કામ બોલતા છતાં આવું કેમ કરવામાં આવ્યું તે મોટો સવાલ છે. ડો.મહેન્દ્ર મુંજપરાને ટિકિટ અપાઇ તેમાં તેનું કોઇ યોગદાન નથી. શનિવારે દેવજી ફતેપરાએ આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા સુરેન્દ્રનગરમાં ધનજી પટેલ એક મોટા માણસ છે, હું તો નાનો માણસ છું. ધનજી પટેલે તેના ભાણેજને બિઝનેસ કરવા માટે મને મળેલો દિલ્હીનો બંગલો માંગ્યો હતો જે મેં આપવાની ના પાડતા તેમણે અને જયંતી કાવડીયાએ પૈસાના જોરે મારી વિરુદ્ધ કાવતરૂ રચી મારી ટિકિટ કપાવી છે.

શું કહ્યું જયંતી કવાડિયા અને ધનજી પટેલે: જયંતી કવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે, દેવજી ફતેપરા મારા ખાસ મિત્ર છે. મને ટિકિટ કાપવાનો કોઇ હક નથી. તમામ સમાજ મારી સાથે છે, દેવજીભાઇનું મન અમે જીતેલું છે. અમારા માટે પાર્ટી મહત્વની હોય છે. ધનજી પટેલે જણાવ્યું હતું કે, જે આરોપ છે તે વ્યક્તિગત છે, મારે બંગલાની જરૂર નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments