Tuesday, December 7, 2021
Homeબિગ બીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, 'આજે બાલ ઠાકરેને કારણે હું જીવિત છું'
Array

બિગ બીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ‘આજે બાલ ઠાકરેને કારણે હું જીવિત છું’

બાલ ઠાકરેની બાયોપિક ફિલ્મ ‘ઠાકરે’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઇ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ, જે ઓડિયન્સને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે. આ ટ્રેલર લોન્ચ પર બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યુ કે, આજે તેઓ માત્ર બાલ ઠાકરેના કારણે જીવિત છે.

જી હા, કિસ્સો ખૂબ જ ચોંકાવનારો છે. બિગ બીએ જણાવ્યુ કે, તેનું બાલ ઠાકરે સાથે ઘણું સ્પેશ્યલ બોન્ડિંગ રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે, શિવ સેનાના સંસ્થાપક દિવંગત નેતા બાલ ઠાકરે દરેક મુશ્કેલીમાં તેમની સાથે ઉભા રહ્યા હતા.

તેમણે પોતાની વાત આગળ કહેતા જણાવ્યુ કે, જ્યારે ફિલ્મ ‘કુલી’ના સેટ (બેંગ્લોરથી 16 કિમી દૂર મૈસૂર રોડ પર) તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. અમિતાભ બચ્ચને જણાવ્યુ કે, તેમને મુંબઇ લવાયા ત્યારે લાગી રહ્યુ હતુ કે, મૌસમ પણ તેમની વિરુદ્ઘ છે, કેમકે ભારે વરસાદ પડી રહ્યો હતો અને કોઇ એમ્બુલન્સ તેમને લેવા ન આવી શકી. તેમણે જણાવ્યુ કે, એવા સમયે શિવ સેનાની એમ્બુલન્સે તેમની મદદ કરી અને હોસ્પિટલ પહોંચાડ્યા.

અમિતાભ બચ્ચને કહ્યુ કે, ”બાલા સાહેબે એ સમયે મારી મદદ કરી જ્યારે મને સૌથી વધારે જરૂર હતી. એવું ન થયુ હોત તો કદાત આજે હું જીવતો ન હોત.” અમિતાભે એમ પણ કહ્યું કે, તે અને બાલ ઠાકરે ઘણા નજીક હોવા ઉપરાંત તે તેમનું ઘણું સન્માન પણ કરતા હતા.

આ ઉપરાંત ફિલ્મમાં બાલ ઠાકરેના રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમની પત્ની મીનાતાઇ ઠાકરેના રોલમાં અમૃતા રાવ જોવા મળશે. સંજય રાઉદ ડિરેક્ટેડ આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments