બિઝનેસમેનને મોદી સરકારની ભેટ, જલ્દીથી મળશે પેન્શન અને વીમા કવર

0
21

મોદી સરકાર નાના વેપારીઓ માટે એક મોટો રાહત પેકેજની તૈયારી કરી રહી છે. એક મીડિયા રિપોર્ટને મળતી માહિતી અનુસાર સરકાર નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વીમાની સુવિધા આપવાની તૈયારી કરી રહી છે. એના પ્રસ્તાવની સહમતિ બની ગઇ છે. દુર્ઘટના વીમાની રકમ 5 થી 10 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. સાથે જ સરકાર 59 મિનીટમાં લોન આપવાની સ્કીમ લાગૂ કરવા માટે બેંકો પર કડક કાર્યવાહી કરશે.

કારોબારીઓના ટર્નઓવરના હિસાબથી વીમા રકમ નક્કી થશે. નાના વેપારીઓને ઇન્સ્પેક્ટર રાજથી છુટકારો આપવા માટે ખઆસ વ્યવસ્થા કરવામાં આવશે.

નાના વેપારીઓને સસ્તા વ્યાજ પર લોન મળી શકે છે. વ્યાજમાં 2 ટકાની છૂટ આપવામાં આવી શકે છે. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નાના વેપારીઓને ફાયદો મળશે. છૂટનો ફાયદો મેળવનાર વેપારીઓને ટર્નઓવરની વધારેમાં વધારે મર્યાદા નક્કી હશે. મહિલા વેપારીઓને વધારે છૂટ મળી શકે છે.

નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વીમાની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. દુર્ઘટના વીમાની રકમ 5 થી 10 લાખ રૂપિયા હોઇ શકે છે. વેપારીઓના ટર્નઓવર હિસાબથી વીમાની રકમ નક્કી થશે. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને જ વીમો હશે.

નાના વેપારીઓને વૃદ્ધાવસ્થા પેન્શનની સુવિધા મળી શકે છે. ટ્રે઼ડર્સ વેલફેયરક બોર્ડનું ગઠન કરવાનો પ્રસ્તાવ છે. સરકાર અને વેપારીઓના પ્રતિનિધિ બોર્ડમાં સામેલ થશે. વેલફેયર બોર્ડ દ્વારા પેન્શનની ચુકવણી કરી શકાય છે. હાલ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નાના વેપારીઓને લાવી શકાય છે.

ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર બેંક ચાર્જથી છૂટ મળી શકે છે. ડેબિટ કાર્ડ, ભીમ અને યૂપીઆઇથી થતા ડિજીટલ ટ્રાન્ઝેક્શન પર છૂટ આપવાની તૈયારી છે. કોમપ્યૂટર લગાવવા અને આધુનિક ટેકનીકના ઉપયોગ માટે સસ્તી લોન મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here