Sunday, November 28, 2021
Homeબિટકોઈન તોડકાંડ, કોટડીયા બાદ પૂર્વ SP જગદીશ પટેલ સહિત વધુ બે આરોપી...
Array

બિટકોઈન તોડકાંડ, કોટડીયા બાદ પૂર્વ SP જગદીશ પટેલ સહિત વધુ બે આરોપી જામીન પર છૂટ્યા

અમદાવાદઃ બિટકોઈન તોડકાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા અને કિરીટ પાલડીયા બાદ આજે વધુ બે આરોપીને જામીન મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટે બિટકોઈન તોડકાંડ મામલે અમરેલીના પૂર્વ એસ.પી. જગદીશ પટેલ અને વકીલ કેતન પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા છે. આમ આ કેસમાં કુલ 4 આરોપીને જામીન મળી ચૂક્યા છે.

12 કરોડના બિટકોઈન પડાવવાનો આરોપ

8 મહિનાથી જેલમાં હોવાની રજૂઆત કરી

12 કરોડના બિટકોઈન પડાવી લેવાનો આરોપને લઈ સાબરમતી જેલમાં રહેલા આઈપીએસ અધિકારી જગદીશ પટેલ અને સુરતના વકીલ કેતન પટેલે જામીન અરજીમાં રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લાં આઠ મહિનાથી જેલમાં છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ પુરી કરી દેવાઈ છે. જ્યારે આ કેસના એક આરોપી કિરીટ પાલડિયાને અગાઉ ગુજરાત હાઈકોર્ટ જામીન આપી ચુકી છે, ત્યારે કિરીટ પાલડિયાની જેમ તેમને પણ જામીન આપવામાં આવે. ત્યાર બાદ જસ્ટીસ એ.જે. દેસાઈએ આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જગદીશ પટેલ અને કેતન પટેલને જામીન ઉપર છોડવા હુકમ કર્યો છે.

શું છે બિટકોઈન તોડકાંડ પ્રકરણ

ગત ફેબ્રુઆરીમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 12 કરોડના બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ ઉપર આરોપ મુકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઇન લૂંટી લીધા છે. જેના આધારે કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મીટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. જેમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments