- Advertisement -
પટનાઃ સંસદની જેમ દેશમાં પહેલી વખત બિહાર વિધાનમંડળના ભવનમાં સેન્ટ્રલ હોલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આ હોલનું ઉદ્ધાટન કર્યુ હતું. ત્રણ માળ અને 120 રૂમવાળા આ હોલમાં 362 લોકોનાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, આનંદની વાત છે કે આજે સેન્ટ્રલ હોલનું વિધિવત ઉદ્ધાટન કરાયુ છે. જ્યારે હું સંસદમાં હતો ત્યારે પાર્લામેન્ટનાં સેન્ટ્રલ હોલની છબી મારા મનમાં હતી. જેથી સંસદની જેમ જ આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ફર્નિચર પણ આબેહુબ સંસદ જેવું જ મજબૂત અને ટકાઉ બનાવાયું છે.
-
પાર્લામેન્ટનાં સેન્ટ્રલ હોલમાં સંસદગણ અને પૂર્વ સાંસદ બેસે છે. સિનીયર પત્રકારો પણ આવે છે. સંસદમાં સત્તા પક્ષ અને વિપક્ષમાં ગમે તેવા વિવાદો હોવા છતા તેઓ સેન્ટ્રલ હોલમાં ખુલ્લા દિલથી હળે મળે છે. સેન્ટ્રલ હોલની ખાસિયત છે કે અહી માહોલ હંમેશા શાંતિપૂર્ણ હોય છે.
-
અમારી ઈચ્છા છે કે બિહાર વિધાનમંડળનાં સેન્ટ્રલ હોલમાં પણ આવું જ વાતાવરણ જોવા મળે. આ હોલમાં જરૂરિયાતની તમામ સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. ભવિષ્યમાં પણ જરૂરિયાત પ્રમાણે ફેરફારો કરવામાં આવશે