બિહારમાં આરજેડી 20 અને કોંગ્રેસ 10 સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા

0
18

પટના: બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા સીટની વહેંચણી થવાનું લગભગ નક્કી થઈ ગયું છે. કુલ 40 સીટમાંથી આરજેડી 20 અને કોંગ્રેસ 10 સીટ પર ચૂંટણી લડી શકે છે. બાકીની 10 સીટ મહાગઠબંધનના અન્ય પક્ષને આપવામાં આવશે. આ વિશે ટૂંક સમયમાં જ ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેસ 3 ફેબ્રુઆરીએ પટનામાં એક રેલી કરશે જેમાં રાહુલ ગાંધી સાથે મહાગઠબંધનના દરેક પક્ષ હાજર રહેશે.

RLSP-LJDનું ચૂંટણી નિશાન એક સરખુ રહેવાની શક્યતા

મહાગઠબંધનમાં કોંગ્રેસ, આરજેડી, આરએલએસપી, હમ, એલજેડી, વીઆઈપી અને ડાબેરીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાબેરીઓ અને હમને બે-બે સીટ આપવામાં આવી શકે છે. મહાગઠબંધનના નેતૃત્વ દ્વારા આરએલએસપીને ત્રણ અને એલજેડીની બે સીટ નક્કી કરવામાં આવી છે. તેમાં ઉપેન્દ્ર કુશવાહાને તેમના ત્રણ ઉમેદવાર અને શરદ યાદવને 2 ઉમેદવાર નક્કી કરવાના છે. તેમાં ખાસ એ છે કે, બંને નેતા એક સાથે એક ઝંડો અને એક ચૂંટણી નિશાનનો ઉપયોગ કરી શકે છે.

જીતનરામ માંઝી ગયાથી ચૂંટણી લડશે
  • સીટોની વહેંચણી અર્તગત કારાકાટ અને મોતિહારી સીટ પર આરએલએસપી અને મધેપુરા પર એલજેડી ચૂંટણી લડશે. સીતામઢીથી આરએલએસપી સાંસદ રામ કુમાર શર્મા અત્યારે સાંસદ છે. જ્યારે શરદના ખાસ અર્જુન રાય પણ આ સીટ પરથી જ ચૂંટણી લડવા માંગે છે.
  • હમના નેતા જીતનરામ માંઝી ગયાથી ચૂંટણી લડશે. હમના અન્ય બે નેતા વૃશિણ પટેલ અને મહાચંદ્ર પ્રસાદ સિંહ પણ ચૂંટણી લડવા માગે છે. મહાગઠબંધનમાં હમને બે સીટ મળી રહી છે. મહાચંદ્ર મહારાજગંજઅને વૃશિણ મુંગેરથી ચૂંટણી લડવા માગે છે. બંનેમાંથી કોને સીટ મળશે તે હજી નક્કી નથી. વીઆઈપી અધ્યક્ષ સન ઓફ મલ્લાહ મુકેશ સહનીએ પોતાના માટે દરભંગા અને તેમના સહયોગી માટે ખગડિયા સીટ માંગી છે અને તે માટે લગભગ સહમતી પણ બની ગઈ છે.
  • જાપ નેતા પપ્પૂ યાદવ અને સપા નેતા દેવેન્દ્ર યાદવને પણ મહાગઠબંધનમાં જગ્યા આપવામાં આવે તેવી શક્યતા છે.
ડાબેરીઓ 3થી 4 સીટ માંગી રહ્યા છે
  • ડાબેરીઓ ઓછામાં ઓછી 3-4 સીટ પર ચૂંટણી લડવા માંગે છે. જો ડાબેરીઓની સીટ 2-4 કરવામાં આવી તો તે માટે હમ અને એલજેડીમાંથી 1-1 સીટ ઓછી કરી દેવામાં આવશે.
  • આ સંજોગોમાં હમમાંથી માત્ર જીતનરામ માંઝી અને એલજેડીમાંથી શરદ યાદવ ચૂંટણી લડી શકે છે. આ કારણથી આ મામલો આરજેડી અને કોંગ્રેસ નેતૃત્વ સ્તર પર પહોંચી ગયો છે.
  • એનડીએએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સીટોની વહેંચણી કરી લીધી છે. ભાજપ અને જેડીયુ 17-17 સીટ પર અને રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી છ સીટ પર ઉમેદવાર ઉતારશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here