Thursday, November 30, 2023
Homeદેશબિહારમાં ડેન્ગ્યુનો હાહાકાર! સપ્ટેમ્બરમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ

બિહારમાં ડેન્ગ્યુનો હાહાકાર! સપ્ટેમ્બરમાં નોંધાયા 6 હજારથી વધુ કેસ

- Advertisement -

બિહારમાં ડેન્ગ્યુએ  હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ડેન્ગ્યુના ચિંતાજનક આંકડાઓ આરોગ્ય વિભાગે જાહેર કર્યા છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં જ બિહારમાં ડેન્ગ્યુના 6,146 કેસ નોંધાયા હતા, જે  છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલ કેસમાં સૌથી વધુ છે. રાજ્યમાં આ વર્ષે કુલ ડેન્ગ્યુના  6,421 કેસ નોંધાયા, જેમાંથી  6,146 એકલા સપ્ટેમ્બરમાં સામે આવ્યા છે.ડેન્ગ્યુ તાવમાં પ્લેટલેટ કાઉન્ટની સંખ્યામાં ઘટાડો એ મુખ્ય લક્ષણ છે પરંતુ DEN-2 વેરિઅન્ટમાં દર્દીઓ શોક સિન્ડ્રોમથી વધુ પીડાય છે અને બ્લડ પ્રેશરમાં ઘટાડો, નબળાઈ અને ચક્કર આવે છે. આ સ્થિતિમાં ડેન્ગ્યુ તાવ ઓછો તથા બાદ પણ દર્દીએ ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સ્વાસ્થ્યની તપાસ કરાવવી જરુરી છે.

ડેન્ગ્યુનું સંક્રમણ DEN-1, DEN-2, DEN-3 અને DEN-4 વાયરસ દ્વારા ફેલાય છે. આ ચાર વાયરસ સેરોટાઈપ કહેવામાં આવે છે કારણકે આ ચારોમાં અલગ-અલગ રીતે એન્ટિબોડીને અસર કરે છે જેમાં તમે જુદા-જુદા સ્ટ્રેન્સ સાથે ચારવાર પણ ડેન્ગ્યુથી સંક્રમિત થઈ શકો છે. ચોમાસાની રુતુ બાદ ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળે છે જે શિયાળાની શરુઆત સુધી ચાલે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular