Sunday, September 19, 2021
Homeબિહારમાં તાપ્તી ગંગા સુરત-છાપરા એક્સ્પ્રેસના 13 ડબા પાટા પરથી ઉતર્યા, બચાવ કાર્ય...
Array

બિહારમાં તાપ્તી ગંગા સુરત-છાપરા એક્સ્પ્રેસના 13 ડબા પાટા પરથી ઉતર્યા, બચાવ કાર્ય શરૂ

પટનાઃ બિહારના છપરામાં રેલ દુર્ઘટના થઈ છે. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા સુરત-છપરા એક્સપ્રેસના 13 ડબા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં 4 યાત્રિકોને સામાન્ય ઈજા થઈ છે. રેલવે દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નીકળી હતી. 45 મિનિટની સફર પૂર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશન પહોંચી હતી કે જ્યાં ટ્રેનના 13 ડબા પાટા પરથી ઉતરી ગયા છે. રાહતની વાત એ હતી કે આ સમયે ટ્રેન સ્પીડમાં ન હતી. આ દુર્ઘટનામાં ચાર યાત્રી ઘાયલ થયા છે, જેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવનજાવન પર રોક લગાવવામાં આવી છે. અને રેસ્ક્યૂ અભિયાન શરૂ કરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments