બિહારમાં સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 9 કોચ પાટા પરથી ખડી પડતાં, 5નાં મોત, 13 ઘાયલ

0
26

નેશનલ ડેસ્કઃ બિહારમાં સહદેઈ બુજુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના બની છે. સહદેઈ બુજુર્ગથી હાજીપુર જઈ રહેલી સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનના 9 કોચ પાટા પરથી ખડી પડતાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 13થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.

આ દુર્ઘટના વહેલી સવારે 3:58 AM બની હતી. હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ 8થી વધુ લોકોના મોત થયાં છે. હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે ટ્રેનના પાટા તૂટેતા જણતાં સમગ્ર રેલવે તંત્ર કામે લાગ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here