બિહાર / મગજના તાવમાં 15 દિવસમાં 67 બાળકોના મોત, સ્વાસ્થય મંત્રીએ કહ્યું- આના માટે સરકાર જવાબદાર નથી

0
35

  • CN24NEWS-15/06/2019
  • તાવના કારણે શનિવારે પણ ચાર બાળકોના મોત
  • સ્વાસ્થય વિભાગના જણાવ્યા પ્રમાણે લીચી ઉત્પાદન વાળા જિલ્લામાં આ તાવની વધારે અસર, 1-15 વર્ષના બાળકો વધારે પરેશાન થઈ રહ્યા છે

મુઝફ્ફરપુર: બિહારમાં મગજના તાવમાં શનિવારે 4 બાળકોના મોત થયા છે. આ બીમારીના કારણે 15 દિવસમાં 67 બાળકોના મોત થયા છે. જ્યારે સ્વાસ્થય મંત્રી મંગલ પાંડેએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, બાળકોના મોત માટે પ્રશાસન કે સરકાર જવાબદાર નથી. બાળકોના નસીબ ખરાબ છે. હવામાન પણ તે માટે જવાબદાર છે. સરકારે સારવાર માટે પૂરતી

67 બાળકોની મોત થયા
એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં એઈએસ (મગજના તાવ)થી પીડિત 67 બાળકોના મોત થઈ ચૂક્યા છે. એસકેએમસીએચમાં દાખલ 6 બાળકોની હાલત ગંભીર છે. અહીં અત્યારે 80 બાળકોની સારવાર ચાલી રહી છે. કેજરીવાલ હોસ્પિટલમાં પણ 6 બાળકોની સ્થિતિ નાજૂક છે. અહીં 25 બાળકોની સારવાર ચાલી રહી છે. બંને હોસ્પિટલમાં અત્યારસુધી 288 બાળકો દાખલ થયા હતા.

40 ડિગ્રી કરતા વધારે તાપમાન થતા આ બીમારી વધે છે
એસકેએમસીએચના બાળ રોગ વિભાગના અધ્યક્ષ ડૉ. ગોપાલ શંકર સાહનીએ જણાવ્યું કે, રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે, જ્યારે ગરમી 40 ડિગ્રી કરતા વધે અને ભેજ 70થી 80 ટકા વચ્ચે હોય ત્યારે આ બીમારી વધે છે. બીમારીમાં બાળકોને ખૂબ તાવ અને ખેંચ આવે છે. હાથ-પગમાં ગાઠ જેવું થઈ જાય છે અને બાળક બેભાન અવસ્થામાં વધારે રહે છે.

લક્ષણ દેખાતા જ તુરંત સારવાર કરાવવી
સ્વાસ્થય વિભાગે આ બીમારી વિશે ગાઈડલાઈન જાહેર કરી છે. તે પ્રમાણે રાતે ખાલી પેટ ઉંઘનાર બાળકોને આ તાવ વધારે આવવાની શક્યતા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે એઈએસના લક્ષણ દેખાય તો તુરંત જ બાળકને હોસ્પિટલ લઈને આવવું જોઈએ. લક્ષણ દેખાય તેના બે કલાકની અંદર જ જો બાળકને સારવાર મળી જાય તો તેની બચી જવાની શક્યતા વધારે રહેતી હોય છે. બીમારીને ધ્યાનમાં રાખીને પ્રભાવીત જિલ્લામાં પીડીએસ (રેશનની) દુકાન પાસે ગાડીઓની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેથી બાળકને સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય.

1-15 વર્ષના બાળકોને આ બીમારી થવાની વધુ શક્યતા
આ બીમારીમાં માથામાં સોજો આવી જાય છે. આ બીમારી તે જગ્યાએ વધુ થાય છે જ્યાં લીચીના બગીચા વધારે છે. 1-15 વર્ષના બાળકોને આ બીમારી વધારે થવાની શક્યતા છે. આ બીમારીમાં તાવ વધારે આવે છે, શરીરમાં ખેંચ આવે છે, શરીરમાં અમુક જગ્યાએ ગાંઠો થવી, સુસ્તી આવવી અને અમુક વખત બાળકો બેભાન પણ થઈ જાય છે. આ તાવમાં શરીરમાં શુગરની માત્રા અચાનક ઘટી જાય છે.

લીચી સાથે જોડાયેલી છે આ બીમારી
સ્વાસ્થય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે લીચીના બીજ અને ફળમાં આનું રસાયણ વધારે હોય છે જે અચાનક બ્લડ શુગર ઓછી કરી દે છે. આ રસાયણ સંપૂર્ણ રીતે પાકેલી લીચીના ફળમાં ઓછી માત્રામાં હોય છે. વધારે માત્રામાં લીચી ખાનાર બાળકોને પણ આ બીમારી થઈ શકે છે. લીચી ખાધા પછી ભરપેટ ભોજન કર્યા વગર ઉંઘનાર બાળકોને પણ આ રોગ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here