બીએસ-6 માપદંડો લાગુ થયા બાદ નાની ડીઝલ કારના ભાવ વધશે

0
34

દિલ્હીઃ સમગ્ર દેશમાં આગામી વર્ષે 1 એપ્રિલથી વાહનોના રજિસ્ટ્રેશન માટે બીએસ-6 માપદંડો લાગુ થશે. વાયુ પ્રદૂષણ માં ઘટાડો લાવવા માટે સખત માપદંડોને અમલમાં આવવા પર નાની ડીઝલ કારના ભાવમાં વધારો જોવા મળશે. વાહન નિર્માતા કંપનીના સંગઠન સિયામના ડાયરેક્ટર જનરલ વિષ્ણુ માથુરે આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે બીએસ – 6 માપદંડોને અનુરૂપ વાહનોના એન્જિનમાં જરૂરી ફેરફાર કરવા માટેનો ખર્ચ લગભગ તમામ પેસેન્જર વ્હીકલમાં એક સમાન છે. આ કારણે નાની-મોટી તમામ કારની કિંમત એક સમાન વધશે. જોકે ટકાવારી પ્રમાણે આ વધારો નાની કારની કિંમતોમાં થશે.

6 વર્ષમાં ડીઝલ કાર્સનું વેચાણ 33 ટકા સુધી ઘટ્યુંઃ માથુરે જણાવ્યું કે છેલ્લા છ વર્ષમાં દેશમાં ડીઝલ કારના વેચાણમાં ભારે ઘટાડો આવ્યો છે. વર્ષ 2012-13માં દેશમાં વેચાનારી કાર્સમાં 52 ટકા ડીઝલ હતી. હવે તેની સંખ્યા ઘટીને 19 ટકા રહી ગઈ છે. તેમાં ડીઝલ-પેટ્રોલની કિંમતોમાં અંતર લગભગ ખતમનો ખૂબ જ પ્રભાવ પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here