Friday, December 3, 2021
Homeબીકાનેરમાં એરફોર્સનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, પાયલટ સુરક્ષીત
Array

બીકાનેરમાં એરફોર્સનું મિગ-21 ફાઈટર જેટ ક્રેશ, પાયલટ સુરક્ષીત

બીકાનેર: વાયુસેનાનું મિગ-21 ફાઈટર જેટ શુક્રવારે બીકાનેરમાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનામાં પાયલટે સમય પહેલાં ઈજેક્ટ કરી લીધું હતું. પાયલટ સુરક્ષીત હોવાનું જાણવા મળ્યું છે. મિગ-21એ બીકાનેરના નાલ એરબેઝથી ઉડાન ભરી હતી. લડાકુ વિમાને નિયમીત પેટ્રોલિંગના હેતુથી ઉડાન ભરી હતી. માનવામાં આવે છે કે ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી જ પક્ષીની સાથે અથડાયા પછી વિમાન ક્રેશ થઈ ગયું હતું. એસપી પ્રદીપ મોહન શર્માએ લડાકૂ વિમાન ક્રેશ થયું હોવાનો ખુલાસો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લડાકૂ વિમાનનો કાટમાળ શોભાસર ગામમાં પડ્યો છે. ગ્રામીણોએ આગનો ગોળો બનેલા વિમાનને ક્રેશ થઈને નીચે પડતાં જોયુ હતું. ગ્રામીણોએ કહ્યું કે, તેમણે એક પાયલટને પેરાશૂટ સાથે ઉતરતા પણ જોયો હતો. એરફોર્સના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વાયુસેનાએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે.

ગયા મહિને 12 ફેબ્રુઆરીએ જૈસલમેરમાં ચાલી રહેલા યુદ્ધાભ્યાસમાં વાયુશક્તિ-2019 દરમિયાન મિગ-27 લડાકૂ વિમાન ક્રેશ થયું હતું. તે સમયે ટેક્નીકલ મુશ્કેલીના કારણે આ ઘટના બની હતી. જ્યારે જુલાઈ 2018માં હિમાચલના કાંગડામાં વિમાન મિગ-21 ક્રેશ થયું હતું. તેમાં સ્ક્વોડ્રન લીડર મીત કુમાર શહીદ થઈ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments