બીજા રાજ્યની યુનિવર્સિટીની માર્કશીટ પર સનદ લેવા જતાં 2 મહિલા સહિત 9 સામે ગુનો નોંધાયો

0
47

અમદાવાદ: રાજ્ય બહારની યુનિવર્સિટીની એલએલબીની માર્કશીટ અને ડિગ્રીઓ રજૂ કરી વકીલાતની સનદ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના આઠ સહિત નવ લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

બાર કાઉન્સિલ દ્વારા જે અરજીઓ આવી હતી. તેમાં રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીની જ પાંચ માર્કશીટો, વારાણસીની માધવ યુનિવર્સિટી, કાનપુરની છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી, ઝાંસીની બૂંદેલખંડ યુનિવર્સિટી અને જોનપુરની વી.બી. સી પૂર્વાચલ યુનિવર્સિટીની માર્કશીટ હતી. જેને વેરીફાઈ કરાવતા તમામ માર્કશીટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે જય ચૌધરી, ઉર્વશી ખોલીયા, પૂજા રાવલ, મેહુલ ચાંપાનેરિયા, રજની હરખાણી, દિગ્પાલસિંહ રાઠોડ, શંકર ભોઈ, સાગર ઠક્કર અને દિપક ડુંગરાણી સામે સોલા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here