Thursday, May 19, 2022
Homeબીજી વનડે: મિતાલી રાજનો વિજયી છગ્ગો, ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે ધમરોળ્યું
Array

બીજી વનડે: મિતાલી રાજનો વિજયી છગ્ગો, ભારતે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે ધમરોળ્યું

- Advertisement -

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મંગળવારે બે-ઓવલ મેદાન પર રમાયેલી બીજી વન ડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે ધમરોળ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમે ત્રણ વન ડેની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.

ભારતીય ટીમ તરફથી પહેલા બેટિંગના આમંત્રણને સ્વીકારતાં ન્યૂઝીલેન્ડે ખરાબ શરૂઆત કરી. તેણે પહેલાં 8 રન પર જ પોતાની બે વિકેટ ગુમાવી અને તે બાદ તેની ઇનિંગમાં સ્થિરતા ન આવી. નેયૂઝીલેન્ડે નિશ્વિત અંતરે વિકેટો ગુમાવી.

આ રીતે સમગ્ર ટીમ 44.2 ઓવરોમાં 161 રન પર ઓલઆઉટ થઇ ગઇ. આ દરમિયાન 7 બેટ્સમેન 10 રનના આંકડા સુધી પણ પહોંચી ન શક્યાં. પરંતુ તેની કેપ્ટન એમી સ્ટાથવેટે પ્રશંસનીય પ્રદર્શન કરતાં 71 રન ફટકાર્યા. જો કે તેને બીજા છેડેથી જોઇએ તેવો સહયોગ ન મળતાં તેમની ઇનિંગ જલ્દી સમેટાઇ ગઇ.

આ લક્ષ્યને ભારતીય ટીમે સ્મૃતિ મંધાના (90) અને કેપ્ટન મિતાલી રાજ (62)ની અણનમ શાનદાર ઇનિંગ્સના દમ પર 35.2 ઓવરમાં બે વિકેટના નુકસાન પર હાસંલે કરી લીધો. જો કે મંધાનાએ આ મેચમાં 1 સિક્સર ફટકારી પરંતુ સીનિયર મિતાલી રાજે બે સિક્સર ફટકાર્યા. મિતાલીએ આ દરમિયાન સિક્સર ફટકારીને વિજયી રન પણ હાંસેલ કર્યા.

ભારતના બોલર્સની વાત કરીએ તો ઝુલન ગોસ્વામીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી જ્યારે એક્તા બિષ્ટ, દીપ્તી શર્મા અને પૂનમ યાદવને બે-બે સફળતાઓ મળી. શિવ પાંડેના ફાળે એક વિકેટ આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular