બીટકોઈન : પ્રતિબંધિત બીટકોઈનમાં પોલીસની સંડોવણી, ગુજરાતમાં બીજો બનાવ સામે આવ્યો

0
17

અમદાવાદ: રાણીપના બીટકોઈન બ્રોકર ભરત પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરવા પાછળ ડીવાએસપી ચિરાગ સવાણી જવાબદાર હોવાનું તેણે પોતાની સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું. આમ ગુજરાતમાં બીટકોઈનના મામલે પોલીસની સંડોવણી બહાર આવી હતી. આ પહેલા સુરતના બિલ્ડરનું અપહરણ કરી બીટકોઈન પડાવ્યાનો મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશમાં બીટકોઈન પર પ્રતિબંધ છે.


સુરતનો બનાવ
સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટને ધમકાવીને બીટકોઈન પડાવવાના કેસમાં અગાઉ અમરેલી એસપી જગદીશ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. એ સિવાય અમરેલી ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર અનંત પટેલ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયા પણ 10 કરોડના બીટ કોઈન પ્રકરણમાં પકડાઈ ચૂક્યા છે. બિલ્ડરનું અપહરણ કરીને ગાંધીનગરના ચિલોડાના કેશવ ફાર્મમાં તેને ગોંધી રખાયા બાદ સોશિયલ મીડિયા થકી સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે, અપહરણ અને ધમકીના સમગ્ર મામલે બીટકોઈન જ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. આ અગાઉ બીટકોઈનમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી બહાર આવી ચૂકી છે.
અમદાવાદનો બનાવ
રાણીપમાં આપઘાત કરનાર બીટકોઈન બ્રોકર ભરત પટેલે તેની સ્યુસાઈડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ ડીવાયએસપી ચિરાગ પટેલ અને તેમના ભાઈ હરીશ સવાણી દ્વારા ટ્રેડિંગમાં બ્રોકરે ગુમાવેલા બીટકોઈનની રિકવરી માટે તેના પર ત્રાસ વર્તાવ્યો હતો. જેને પગલે કંટાળીને રવિવારની રાત્રે તેણે પોતાના ઘરમાં દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પોલીસ અધિકારીનું નામ ખુલતાં બીટકોઈનના વ્યવહારોમાં ગુજરાતમાં પોલીસનું બીટકોઈન પ્રકરણ બહાર આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here