Thursday, August 11, 2022
Homeબીટકોઈન બ્રોકરનો સ્યુસાઈડ નોટમાં DySP સવાણી પર આરોપ લગાવી આપઘાત,
Array

બીટકોઈન બ્રોકરનો સ્યુસાઈડ નોટમાં DySP સવાણી પર આરોપ લગાવી આપઘાત,

- Advertisement -

અમદાવાદ: રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ પટેલ (સવાણી) ત્રાસ આપતા હતા જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.પરિવારે ડીવાયએસપી સહિતના જવાબદારો સામે કાર્યવાહીની માગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

સ્યુસાઈટ નોટ: હું લખનાર પોતે ભરતકુમાર ભાખાભાઈ પટેલ મારા ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) ગાંધીનગર મોબાઈલ નંબર 98******90 અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર 98******04 મારા ઘરે આવ્યા તા હું બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે 5 બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ જે લોસ થતાં 5 બીટકોઈનનો 11575 બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું ભયંકર પ્રેસર છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપેલ છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેસર જવાબદાર છે. આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એજ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ.
પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઈન્કાર: બીટકોઈન બ્રોકરના આપઘાતને પગલે પરિવારે કાર્યવાહીની માંગ કરી છે. જ્યાં સુધી ડીવાયએસપી અને તેમના ભાઈ સામે કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. કેસ દબાઈ જવાની બીક હોવાથી આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. આઠેક મહિનાથી ધાકધમકી આપતા અને ફોન પર ધમકી આપતા હતા. પરિવારને અઠવાડિયા પહેલા જ ધમકી અપાતી હોવાનું જણાવે છે. તેમના પ્રેસરના પગલે જ આપઘાત કર્યો હોવાનું જણાવે છે.

પુરાવા વોટ્સએપ ગ્રૂપમાં મૂક્યા: આપઘાત પહેલા મહેશ પટેલે પરિવારના ફેમિલી વોટ્સએપ ગ્રૂપમાં બીટકોઈનને લગતા પુરાવાઓ સેન્ડ કર્યા હતા. પરિવાર પુરાવાના આધારે કાનૂની લડત લડવાનો મૂડ બનાવી લીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular