Tuesday, December 7, 2021
Homeબીટિંગ ધી રિટ્રીટ સમારોહ શરૂ, રાષ્ટ્રપતિથી લઈને PM મોદી હાજર રહ્યા
Array

બીટિંગ ધી રિટ્રીટ સમારોહ શરૂ, રાષ્ટ્રપતિથી લઈને PM મોદી હાજર રહ્યા

નવી દિલ્હી: આજે પ્રજાસત્તાક દિવસના સમારોહના સમાપનના પ્રતિક સમાન “બીટિંગ ધ રિટ્રીટ” દિલ્હીમાં સ્થિત રાષ્ટ્રપતિ ભવનના ગેટ પર ઉજવાઇ રહ્યો છે. આ રિટ્રીટમાં ભારતીય સૈન્ય બેન્ડ પોતાની અલગ અલગ ધુનો પર શાનદાર પર્ફોરમન્સ આપે છે. સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, ઉપરાષ્ટ્રપતિ વેંન્કૈયા નાયડૂ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ તેમજ સેનાના ત્રણ પ્રમુખ સહિત કેબિનેટના પ્રધાનો તેમજ ગણમાન્ય મહાનુભાવો હાજરી આપે છે.

બીટિંગ રિટ્રીટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો

બીટિંગ રિટ્રીટ ગણતંત્ર દિવસ સમારોહની સમાપ્તિનું સૂચક છે. આ સમારોહમાં થલસેના,વાયુસેના અને નૌસેનાના બૈંન્ડ પારંપરિક ધુન વગાડતા માર્ચ કરે છે.

આ વર્ષના આયોજનમાં 15 મિલેન્ટ્રી બૈન્ડ અને 21 પાઇપ એન્ડ ડ્રમ બૈન્ડ હિસ્સો લઇ રહ્યા છે.

બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે-29 જાન્યુઆરીના સાંજે આયોજીત કરવામાં આવે છે. આ કાર્યક્રમ ગણતંત્ર દિવસ સમારોહની સમાપ્તિની આધિકારીક ઘોષણા છે.

આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રપતિ ભવન રાયસીના હિલ્સમાં કરવામા આવે છે જેમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ હોય છે.

26-29 જાન્યુઆરી વચ્ચે રાષ્ટ્રપતિ ભવન સહિત સરકારી ભવનોની રોશનીથી સજાવટ કરવામા આવે છે.

આ આયોજનમાં સૈન્યની ત્રણેય પાંખ-(થલ,જલ અને વાયુસેના)એક સાથે મળીને સામૂહિક બૈંન્ડના કાર્યક્રમ રજૂ કરે છે સાથે પરેડ પણ કરવામાં આવે છે.

પ્રજાસત્તાક દિવસ,1950થી શરૂ થયેલી બીટિંગ રિટ્રીટ કાર્યક્રમને ફક્ત બે વખત અત્યાર સુધીમાં મોકૂફ રાખવો પડ્યો છે.

જ્યારે 26 જાન્યુઆરી,2001માં ગુજરાતમાં ભૂકંપ આવ્યો એ વર્ષે અને 27 જાન્યુઆરી,2009 માં દેશના આઠમા રાષ્ટ્રપતિ વેંન્કટરમણ લાંબી બિમારી પછી મૃત્યુ પામ્યા ત્યારે પણ બીટિંગ રિટ્રીટ મોકૂફ રાખવામાં આવી હતી.

“સારે જહાં સે અચ્છા ગીત”ની ધુનની સાથે કાર્યક્રમનું સમાપન કરવામા આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments