બીસીસીઆઈ મુખ્યાલયમાંથી પણ ઇમરાન ખાન સહિત પાક. ક્રિકેટરોની તસવીર હટાવવામાં આવી

0
26

સ્પોર્ટ્સ ડેસ્ક: 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. તે આતંકી હુમલાનો રોષ આખા દેશમાં દેખાઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે હુમલાની નિંદા કરતા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત પોતાના મુખ્યાલયમાંથી પાકિસ્તાની ખેલાડીઓની તસવીર હટાવી દીધી છે. તેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની તસવીર પણ હતી. તે સિવાય તેમાં જાવેદ મિયાંદાદ અને પરવેઝ મુશર્રફની તસવીર પણ હતી. આ પહેલા પંજાબ, કર્ણાટક, રાજસ્થાન, વિદર્ભ, દિલ્હી અને હિમાચલ સહિત અનેક રાજ્યના એસોસિયેશન પોતાના મુખ્યાલયમાંથી પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીર હટાવી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here