Sunday, October 24, 2021
Homeબુગાટીએ જિનિવા ઓટો શો 2019માં પ્રસ્તુત કરી લા વોઈચર નોઈરે, માત્ર એક...
Array

બુગાટીએ જિનિવા ઓટો શો 2019માં પ્રસ્તુત કરી લા વોઈચર નોઈરે, માત્ર એક જ કાર બનાવી

ઓટો ડેસ્ક. જિનિવામાં ચાલી રહેલા ઓટો શો 2019માં બુગાટીએ તેની નવી કારને શોકેસ કરી છે. ઝડપ અને લક્ઝરી માટે જાણીતી આ કાર કંપનીએ નવી કારને શોકેસ કરી તેની કિંમતમાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. બુગાટીની નવી કાર લા વોઈચર નોઈરે હવે વિશ્વની સૌથી મોંઘી કાર બની જશે, જેની કિંમત 12.5 મિલિયન ડોલર એટલે કે 87 કરોડ રૂપિયા છે. કંપનીએ આ કારનું હાલમાં માત્ર એક જ યુનિટનું ઉત્પાદન કર્યું છે. ઉપર દર્શાવેલી કિંમત તેની માત્ર એક્સ શો રૂમ કિંમત છે. ટેક્સ ભર્યા પછી આ કારની કિંમત 132 કરોડ થઈ જશે.

બુગાટી લા વોઈચર નોઈરે કંપનીની 110મી વર્ષગાંઠીની ઉજવણીના ભાગરૂપે 2019 ઓટો શોમાં તેને પ્રસ્તુત કરી છે. કંપની આ ઓલ બ્લેક કારનું માત્ર એક યુનિટ બનાવ્યું છે. જેને અગાઉથી જ ખરીદી લેવામાં આવ્યું છે. લાઈ વોઈચર વોઈરે ને બુગાટીની ટાઈપ 57SC ને સન્માનિત કરવા માટે બનાવવામાં આવી છે. આ કારને જિન બુગાટીએ ડિઝાઈન કરી છે. બુગાટી લા વોઈચર નોઈરે ના દરેક ભાગને હાથથી બનાવવામાં આવ્યા છે. તેમાં સંપૂર્ણપણે કાર્બન ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કારની બોડીને ગ્લોસ બ્લેક ફિનિશિંગ આપવામાં આવ્યું છે. દેખાવમાં પણ આ કાર ખૂબ આકર્ષક લાગે છે. જેમાં તેનો પાળછનો ભાગ કારનું આકર્ષણ જમાવવામાં વધુ મહત્વનો જણાઈ રહ્યો છે.
બુગાટી લા વોઈચર નોઈરેના પર્ફોર્મન્સની વાત કરીએ તો તે પુર્જે બુગાટી શિરોન કરતા વધુ તાકાતવાન છે. આ કારમાં 8.0 લીટરનું 16 સિલિન્ડર એન્જિન લગાવવામાં આવશે. જે 1479 bhp પાવર અને 1600 Nm નો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. કારમાં પાછળનાં ભાગે 6 એક્ઝોસ્ટ પાઈપ લગાવેલા હશે. જે વ્યક્તિએ આ સૌથી મોંઘી કાર ખરીદી છે તેનું નામ હજી સુધા સામે નથી આવ્યું. પરંતુ કંપનીને આ કાર બનાવવા માટે અઢી વર્ષનો સમય લાગ્યો છે. કંપનીએ માત્ર કારનાં પર્ફોર્મન્સ ઉપર જ નહીં પણ તેના દેખાવ ઉપર પણ એટલું જ ધ્યાન આપ્યું છે. અને તેને ખરેખર રોડ લિગલ બનાવી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments