Tuesday, October 26, 2021
Homeબુટલેગરને બચાવવા ગયેલા પાદરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત 4ની ધરપકડ
Array

બુટલેગરને બચાવવા ગયેલા પાદરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ સહિત 4ની ધરપકડ

વડોદરા: પાદરા તાલુકાના મુવાલ ગામના નામચીન બુટલેગરને બચાવવા ગયેલા પાદરા તાલુકા પંચાયતના કોંગ્રેસના માજી પ્રમુખ સહિત 4 વ્યક્તિઓની વડુ પોલીસે ધરપકડ કરી હતી. જેને પગલે ગામ લોકોના ટોળેટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. માજી પ્રમુખ સહિત તમામને છોડી દેવા માટે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.

પાદરા તાલુકા પંચાયતના માજી પ્રમુખ બુટલેગરને ત્યાં પહોંચ્યા

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુવાલ ગામના બુટલેગર યતિન ઉર્ફ યતો ઉદેસિંહ ચૌહાણના ઘરે વડુ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડોની પાડતા જ માજી પ્રમુખ ગીરવતસિંહ રાજ, તેમનો પુત્ર કિરણસિંહ રાજ તેમજ ગામના ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ ચૌહાણ અને ઉદેસિંહ મુળજીભાઇ ચૌહાણ બુટલેગરના ઘરે પહોંચી ગયા હતા.

અમારા ગામમાં દરોડો પાડતા પહેલાં અમારી પરવાનગી લેવી પડશે

પાદરા તાલુકા પંચાયતના કોંગ્રેસના માજી પ્રમુખ ગીરવતસિંહ રાજે પોલીસને બુટલેગર યતિન ઉર્ફ યતો ચૌહાણનો પક્ષ લેતા પોલીસને જણાવ્યું હતું કે, વારંવાર યતિનના ઘરે દરોડો કેમ પાડો છો? અમારા ગામમાં બુટલેગરની ત્યાં દરોડો પાડતા પહેલાં અમારી પરવાનગી લેવી પડશે. ત્યાર પછી જ અમારા ગામમાં પ્રવેશ કરવો. તેમ જણાવી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી.

પોલીસને બુટલેગરના ઘરમાંથી દારૂ ન મળ્યો

મુવાલ ગામે બુટલેગર યતિન ઉર્ફ યતો ચૌહાણના ઘરે રેડ કરવા ગયેલી પોલીસને બુટલેગરના ઘરમાંથી દારૂ મળી આવ્યો ન હતો. અને બુટલેગર પણ મળી આવ્યો ન હતો. પરંતુ કોંગ્રેસ અગ્રણી અને તેમના ટેકેદારો દ્વારા પોલીસ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું.

પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો

વડુ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.એમ.પઢીયારે વડુ પોલીસ મથકમાં પોલીસની કામગીરીમાં અડચણરૂપ બનનાર અને પોલીસ સાથે ગેરવર્તણુંક કરનાર 4 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments