બુમરહાના પ્રેમમા ગુમરાહ થઇ આ જાણીતી એક્ટ્રેસ, નામ જાણીને નહીં થાય વિશ્વાસ

0
34

બોલીવુડ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટને શરૂઆતથી જ એક સારો સંબંધ રહ્યો છે. બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ ભારતીય ખેલાડીઓને પોતાનું દીલ આપી ચૂકી છે. હવે આ લિસ્ટમાં બીજી એક અભિનેત્રીનું નામ જોડાઇ ગયું છે.

દરેક લોકો જાણે છે કે જસપ્રીત બુમરાહ ભારતીય ક્રિકેટ ટીમનું મોટું નામ છે, એની બોલિંગની સામે મોટા બોલરોનો પણ પરસેવો છૂટી જાય છે. નોંધનીય છે કે બારતીય ટીમના ફાસ્ટ બોલર બુમરાહને લઇને ઘણા બધા સમાચાર વાયરલ થતા નજરે પડી રહ્યા છે અને આ સમાચાર સાંભળ્યા બાદ એના પ્રશંસકો ખૂબ જ ખુશ થશે.

https://www.instagram.com/p/BsVUfXUAsLj/?utm_source=ig_embed

જણાવી દઇએ કે સુંદર અભિનેત્રી રાશિ ખન્ના એની જોરદાર ફેન થઇ ગઇ છે. નોંધનીય છે કે રાશિ ખન્ના સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક મોટી અને જાણીતી અભિનેત્રીમાંથી એક છે. જે બુમરહાની યૉકર પર ફીદા થઇ ગઇ છે. આજના સમયમાં રાશિ સાઉથ પિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીમાં એક છે, પરંતુ આ હીરોઇને ભારતીય ખેલાડી બુમરાહના પ્રેમમાં ગુમરાહ થઇ છે અને એની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. રાશિ બુમરાહની બોલિંગની જોરદાર ફોન છે.

રાશિએ ઘણી ફિલ્મોમાં પોતાના સારા અભિનેયથી દર્શકોનું દીલ જીત્યું છે. એની સાથે જ રમત પ્રત્યે એનો રસ ત્યારે જાગ્યો જ્યારે એને બુમરાહને બોલિંગ કરતા જોયો. રાશિનું કહેવું છે કે એ પહેલી વખત બુમરાહની બોલિંગ જોઇને જ એની પ્રશંસક થઇ ગઇ હતી અને ત્યારબાદથી એને ક્રિકેટ પ્રત્યે વધારે રસ વધી ગયો.

https://www.instagram.com/p/BsTFRiZgryd/?utm_source=ig_embed

આટલું જ નહીં રાશિ સોશિયલ મીડિયા પર ક્રિકેટને લઇને પણ ઘણી બધી પોસ્ટ કરે છે. જેની પાછળ એનો કોઇ ખાસ સંદેશ છુપાયેલો રહે છે. જો કે આ વાતને લઇને બુમરાહે ક્યારેય કશું કહ્યું નથી.

રાશિ ખન્ના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેમજ મોટાભાગે પોતાના સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ખાસ વાત તો એ છે કે રાશિએ પોતાના ટ્વિટર અકાઉન્ટ અને ઇન્સ્ટાગ્રામ પર બુમરાહ પ્રત્યે પોતાનો પ્રેમ ઘણી વખત વ્યક્ત કર્યો છે.

જો તમે બોલીવુડ ફિલ્મ મદ્રાસ કેફે જોયું હશે તો એમાં જોહ્ન અબ્રાહ્મની સાથે આ અભિનેત્રી જોવા મળી હતી. આ ફિલ્મમાં એના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here