બુમરાહને આરામ..ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસને લઇને ટીમમાં કરાયો આ ફેરફાર…

0
18

ટીમ ઇન્ડિયાના ઝડપી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેની આગામી વન ડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

બીસીસીઆઇ દ્વારા જસપ્રીત બુમરાહની જગ્યાએ યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે સિદ્ધાર્થ કૌલને પણ ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી છે.

ઉલ્લેખનીય છે બીસીસીઆઇ બુમરાહને ભારતમાં રમાનાથી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી તેમજ ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા આરામ આપવાનો નિર્ણય લીધો છે. 25 વર્ષીય બુમરાહ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે એક ટેસ્ટ મેચમાં 9 વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર બન્યો હતો.

બુમરાહને આ શાનદાર પ્રદર્શન બોક્સિંગ-ડે ટેસ્ટમાં કર્યું હતુ. બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં 157.1 ઓવરમાં બોલિંગ કરી 17 વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ 12 જાન્યુઆરીથી થશે.

જે 18 જાન્યુઆરીના રોજ પુરી થશે. ત્યાર બાદ 23 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ પાંચ વન-ડેની શ્રેણી ભારત રમશે. 10 ફેબ્રુઆરીથી ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પણ રમશે. આ સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ફેબ્રુઆરી તેમજ માર્ચ મહિનામાં ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન પાંચ વન ડે તેમજ બે ટી-20 મેચ રમશે.