Tuesday, December 7, 2021
Homeબુલેટ ટ્રેનનું નામ જણાવો અને મોદી સરકાર પાસેથી એક લાખ રૂપિયા મેળવો
Array

બુલેટ ટ્રેનનું નામ જણાવો અને મોદી સરકાર પાસેથી એક લાખ રૂપિયા મેળવો

જો તમે પણ નવુ નામ અને માસ્કોટ બનાવવામાં માહેર છો તો આ સમાચાર તમારા માટે છે. જેનાથી તમે દેશભરમાં પ્રખ્યાત થવાની સાથે કમાણી પણ કરી શકશો. વાસ્તવમાં મોદી સરકાર બુલેટ ટ્રેનનું એક નવુ નામ અને માસ્કોટ બનાવવાનો વિચાર કરી રહી છે. જેના માટે મંત્રાલયે જનતા તરફ જોયુ છે. જે હેઠળ મુંબઈથી અમદાવાદની વચ્ચે ચાલતી પહેલી બુલેટ ટ્રેન માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને એક નેશનલ કોમ્પટીશનની જાહેરાત કરી છે. આ સ્પર્ધાને જીતીને તમારંદ નામ દેશભરમાં તો ઉંચુ થશે, સાથે તમને ભારે માત્રામાં રોકડનું ઈનામ મળશે.

25 માર્ચ છે અરજી કરવાની અંતિમ તારીખ

આ નેશનલ સ્તરની ઈવેન્ટમાં ભાગ લેતા પહેલા તમારે અરજી કરવી પડશે. જેની અંતિમ તારીખ 25 માર્ચ નક્કી કરવામાં આવી છે. આ સ્પર્ધામાં તમારે બુલેટ ટ્રેનનું નામ દર્શાવવાની સાથે મેસ્કૉટને પણ ડીઝાઈન કરવી પડશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુજબ, મેસ્કૉટ સારી રીતે ડિઝાઈન કરાયેલું કેરેક્ટર હોવુ જોઈએ, જે રેલ કોર્પોરેશનની વેલ્યૂ સિસ્ટમમાં પ્રોત્સાહન આપી શકે છે અને સામાન્ય જનતાના મગજમાં સમજાઈ શકે.

એક લાખ રૂપિયાનું મળશે ઈનામ

મેસ્કૉટ ડિઝાઈન પ્રતિયોગિતાના વિજેતાને 1 લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આ સિવાય 5 સાંત્વના પુરસ્કાર આપવામાં આવશે. સાંત્વના પુરસ્કાર માટે 10 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે. તો ટ્રેનના નામ માટે વિજેતા વ્યક્તિને 50 હજાર રૂપિયા રોકડ અને 7 સાંત્વના પુરસ્કાર તરીકે 5-5 હજાર રૂપિયા આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments