Monday, October 18, 2021
Homeબુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનમાં 68 બ્લોકના 231 કરોડ ચૂકવાયા
Array

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદનમાં 68 બ્લોકના 231 કરોડ ચૂકવાયા

સુરતઃ મહેસુલ મંત્રી અને જિલ્લા પ્રભારી કૌશિક પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન વળતર અંગે બેઠક યોજાઈ હતી. અને કૌશિક પટેલે જણાવ્યું હતું કે, જમીન સંપાદનમાં રહેલી વિસંગતાઓને દૂર કરવામાં આવશે. રિસર્વે કરી નવી જંત્રી અંતર્ગત જમીન સંપાદનમાં ખેડૂતોને યોગ્ય અને વધુ વળતર મળે તેવા પ્રયાસ છે. એક્વિઝીશન કામગીરી સુવ્યવસ્થિત રીતે અનેખેડૂતોને વિશ્વાસમાં લઈને કરવામાં આવે તેવો અનુરોધ મહેસુલ મંત્રીએ કર્યો હતો. અત્યાર સુધી 6 ગામના 68 બ્લોકના ખેડૂતોને વળતર પેટે 231 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

મહેસુલ મંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ખેડૂતોની રજૂઆતો સાંભળી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અસરગ્રસ્ત 28 ગામો પૈકી 19 ગામમાં જમીન સંપાદન માટેના વળતર અંગે કોઈ ઈશ્યુ નથી. અત્યાર સુધીમાં અત્યાર સુધી વકતાણા, ગોજા, ટીંબરવા, બોળંદ, અંત્રોલી અને ખોલવાડ ગામના 68 બ્લોકના ખેડૂતોને વળતર પેટે 231 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ સિવાય અન્ય ખેડૂતો જેમ જેમ સંમતિ દર્શાવે છે તેમને વળતર ચૂકવવાની કામગીરી ચાલું છે.બુલેટ ટ્રેન માટે સંપાદન થનારી જમીનને લઈને ચાલી રહેલી લડતની વચ્ચે સરકાર દ્વારા જંત્રીના દર મુજબ ખેડૂતો સ્વૈચ્છિક રીતે જમીન બુલેટ ટ્રેન માટે આપી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments